ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2017

એશિયન ઈન્ડોર એથ્લેટ્કિસમાં ચિત્રા અને લક્ષ્મણન ગોલ્ડ જીત્યા

પી.ટી. ઉષા સહિતના ભારતીય એથ્લેટિક્સ ફેડરેશનના રાજકારણને કારણે જેને વર્લ્ડ ચેમ્પિનયનશીપમાં ભાગ લેવાથી વંચિત રાખવામાં આવી હતી તેવી ભારતીય એથ્લીટ પી.યુ. ચિત્રાએ તુર્કમેનિસ્તાનમાં યોજાયેલી પાંચમી એશિયન ઈન્ડોર એથ્લેટ્કિસ અને માર્શલ આર્ટસ ગેમ્સમાં મહિલાઓની ૧,૫૦૦ મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.



ચિત્રાની સાથે સાથે એશિયન ચેમ્પિયન બનેલા ભારતના જી. લક્ષ્મણને પણ પુરુષોની ૩,૦૦૦ મીટરની દોડમાં સુવર્ણ સફળતા પ્રાપ્ત કરી હતી. ભુવનેશ્વરમાં જુલાઈમાં યોજાયેલી એશિયન એથ્લેટ્કિસ ચેમ્પિયનશીપમાં બેવડા ગોલ્ડ મેડલ જીતનારા લક્ષ્મણને એશિયન ઈન્ડોર એથ્લેટિક્સમાં પુરુષોની ૩,૦૦૦ મીટરની દોડ ૮ મિનિટ અને ૨.૩૦ સેકન્ડમાં પુરી કરતાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.


જ્યારે ચિત્રાએ મહિલાઓની ૧,૫૦૦ મીટરની દોડમાં ચાર મિનિટ અને ૨૭.૩૨ સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. અગાઉ એશિયન ચેમ્પિયન બનેલી ચિત્રાને ભારતીય એથ્લેટિક્સ ફેડરેશને વર્લ્ડ ચેમ્પિયનશીપ માટેની ટીમમાં સામેલ કરી નહતી. જે અંગે કેરળ હાઈકોર્ટે આદેશ આપ્યો હોવા છતાં ચિત્રાને લંડન વર્લ્ડ ચેમ્પિયનશીપમા રમવા મળ્યું નહતુ.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો