પોરબંદર: આજથી ખાદી સપ્તાહની ઉજવણી શરૂ
- માન્ય ખાદી ભંડારમાં ચાલતી હૂંડી નોટનું અનેરૂ મહત્વ હતુ
- 1958ની સાલમાં બહાર પડેલી ખાદીની હૂંડી આજે પણ
સચવાયેલી છે.
ગાંધીભૂમિ પોરબંદરમાં 1958ની
સાલમાં ચરખા જયંતિ નિમિતે યાદીની હૂંડી બહાર પાડવામાં આવી હતી તે આજે પણ વેપારી
પાસે સચવાયેલ છે.
ભારતમાં 1958માં ખાદી
ગ્રામ ઉદ્યોગ ભવનમાં ગાંધીજીના નામનું ચલણ ચાલતું હતું અને વસ્તુ મળતી હતી. 1958માં ચરખા જયંતિ નિમિત્તે ખાદી હુંડી બહાર પાડવામાં આવેલી હતી.
તે હુંડી આજે પણ પોરબંદરના વેપારી
શૈલેષભાઇ ઠાકર પાસે સચવાયેલી છે. 5 અને 10ની હૂંડી
કે જેમાં પાંચની હૂંડી પાંચ ઇંચ લાંબી અને 3 ઇંચ પહોળી તેમજ 10
ની હુંડી 6 ઇંચ લાંબી અને 3 ઇંચ પહોળી હતી.
ખાદી ભંડારના માન્ય ભંડારમાં આ
હૂંડી ચાલતી. પાંચ અને દશની એ જમાનાની હૂંડી અત્યારની તુલનામાં લાખ બરાબર થાય
ત્યારે અત્યારના જેવી મોંઘવારી હતી નહીં.
દસ રૂપિયામાં ત્યારે બધું આવી જતું
ત્યારે આ પાંચ અને 10 રૂપિયાની ખાદી હૂંડી ખાદી ભંડારમાં ચાલતી.
તેમણે પોતાના દાદા રતિલાલ હરજીવન
ઠાકર પાસે આ બધી વાતો સાંભળેલી. વડવાઓએ સાચવેલી યાદગીરી સંભાળ સાથે તેમણે સાચવી
છે. દેશના બે તત્વચિંતક મહાનુભાવોના જન્મ દિવસને જોડીને તા. 25 સપ્ટેમ્બરના
રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મ દિવસથી શરૂ કરીને તા. 2 જી
ઓકટોબરના રોજ પૂ. મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને ધ્યાનમાં લઇ અઠવાડિયાને ખાદી
સપ્તાહ તરીકે ઉજવવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.
પર્યાવરણની રીતે અનુકુળ એવા આ
કાપડના વપરાશ દ્વારા દેશના ખાદીવણાટ સાથે જોડાયેલ દેશબંધુઓને રોજગારીની મહતમ તક
પ્રાપ્ત થાય તે માટે સહભાગી થઇ શકાય તેવા આશયથી આ ઉજવણી થઇ રહી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો