મંગળવાર, 25 જુલાઈ, 2017

ભીમ એપ...

GIVE ONLINE TEST FOR PRACTISE.......         DOWNLOAD ANDROID APP......



નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા-એનસીપીઆઇ-એ આજે કહ્યું હતું કે દેશમાં ૧.૬૦ કરોડ લોકોએ ભારત ઇન્ટરફેસ ફોર મની એટલે કે ભીમ એપ ડાઉનલોડ કર્યો છે અને  ૪૦ લાખ લોકો સક્રિય રીતે એનો ઉપયોગ  કરે છે તેમજ ટુંક સમયમાં એક નવું જ વર્ઝન લોંચ કરવામાં આવશે. ભીમ એપ સરળ, સાદુ અને ઝડપી ચૂકવણી કરવા માટેનું સમગ્ર દેશમાં એક સામાન્ય મંચ છે.

' ૩૦ ડીસેમ્બર, ૨૦૧૬ના રોજ શરૃઆત કરવામાં આવી હતી ત્યાર પછીથી ભીમ દ્વારા કરવા આવતા વ્યવહારમાં સતત વધારો જ થતો ગયો છે. ૧.૬૦ કરોડ  લોકોએ તેને ડોઉનલોડ કર્યો એ કંઉ નાની સૂની સિધ્ધી ના કહેવાય. દેશમાં હવે ડીજીટલ ટ્રાન્ઝેકશન રોકડ વ્યવહારને ઓછું કરી રહ્યું છે'એમ એનસીપીઆઇના વડા એ.પી.હોતાએ કહ્યું હતું.

હાલમાં એપનું ૧.૩ વર્ઝન ગુગલ પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ છે અને ટુંક સમયમાં ૧.૪ વર્ઝન પણ શરૃ કરવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું. હવે તો ભીમ રેફરલ યોજના પણ ઉપલબ્ધ છે જયાં હાલના ભીમના વપરાશકર્તાઓ નવા ગ્રાહકોને આનો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપી શકે છે. તેઓ રિફર કરનારનું નામ પણ આપી શકે છે અને રિફર કોડ પણ મેળવી શકશે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો