તામિલનાડુની શાળાઓ, કોલેજ અને
યુનિવર્સિટીમાં વંદે માતરમને ફરજીયાત ગાવાનો આદેશ…
મદ્રાસ હાઇકોર્ટે તામિલનાડુની
શાળાઓ, કોલેજ અને
યુનિવર્સિટીમાં વંદે માતરમને ફરજીયાત ગાવાનો આદેશ જારી કર્યો છે.આ શૈક્ષણિક
સંસ્થાઓમાં દરરોજ બે વખત વંદે માતરમ વિદ્યાર્થીઓ ગાય તેવો આગ્રહ કોર્ટે રાખ્યો
હતો.
સાથે કોર્ટે એમ પણ સ્પષ્ટ કર્યું
હતું કે જો કોઇને વંદે માતરમ ગાવામાં વ્યાજબી વાંધો હોય કે અડચણ હોય તો આવી
સ્થિતિમાં તેના પર કોઇ જ પ્રકારનું દબાણ કરવામાં નહીં આવે.
હવેથી શાળા-કોલેજોમાં વંદે માતરમ
ફરજીયાત ગાવામાં આવે, કે જેથી આવનારી પેઢીને રાષ્ટ્ર અને વંદે માતરમ
વિશે વધુ વિશ્વાસ અને માન સમ્માન વધે. જો વંદે માતરમ કોઇને બંગાળી કે સંસ્કૃત
ભાષામાં ન સમજાય તો તેઓને તામિલ ભાષામાં ભાષાંતરીત કરીને આપવામાં આવે. કોર્ટે સાથે
એમ પણ જણાવ્યું હતું કે દરેક સરકારી ઓફિસ, ખાનગી કંપનીઓમાં
પણ વંદે માતરમ ફરજીયાત થવું જોઇએ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો