લોકમાન્ય તિલક
'સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે' એવું સૂત્ર ભર અદાલતમાં
ઉચ્ચારનાર બાળ ગંગાધર તિલકને લોકોએ 'લોકમાન્ય' બિરુદ આપ્યું હતુંએ સર્વથા યોગ્ય હતું, કારણ કે દેશસેવા કે લોકસેવા એ જ એમને મન એક મોટામાં મોટું કર્તવ્ય હતું.
ભારતવાસીઓની સેવા કરવામાં અને ભારતને બ્રિટિશ શાસનથી મુક્ત કરાવવા તેઓ છેલ્લા શ્વાસ સુધી ઝઝૂમ્યા હતા. બ્રિટિશ શાસને રાજદ્રોહના આરોપસર તેમને દેશનિકાલની સજા કરીને માંડલેની જેલમાં મોકલ્યા, તો તિલકે જેલને મહેલ માનીને ત્યાં પુસ્તકો લખવા માંડયા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો