શનિવાર, 6 મે, 2017

રાજસ્થાનનું નેશનલ પાર્ક - રણથંભોર


કોટા નજીક ચંબલ અને બનાસ નદી વચ્ચે આવેલો રણથંભોર નેશનલ પાર્ક ૩૯૨ ચોરસ કિલોમીટરનો વિસ્તાર રોકે છે. વાઘ ઉપરાંત નીલગાય, દિપડા, જંગલી સુવર, રીંછ, ચિતલ અને વાનર પણ અહીં જોવા મળે છે. જંગલમાં વિવિધ પ્રકારના વૃક્ષો પણ છે.

રણથંભોરમાં વાઘ દર્શન ઉપરાંત ઘણા જોવાલાયક સ્થળો છે.

૧૮મી સદીમાં બંધાયેલો રણથંભોરનો કિલ્લો છે. તેના ૭૦૦ ફૂટ ઊંચા ટાવરમાંથી પાર્કનું રમણીય દ્રશ્ય જોવા મળે છે.

કિલ્લામાં મંદિરો અને દેરાસર છે. બારમી સદીમાં બંધાયેલા આ પ્રાચીન મંદિરો દર્શનીય છે.


લાલ પથ્થરનો જોગી મહેલ અને પદ્મ તળાવ પણ જોવા જેવું છે. તળાવના કિનારે વિશાળ વડનું વૃક્ષ છે તે ભારતમાં બીજા નંબરનું સૌથી મોટું વૃક્ષ છે.

રણથંભોર ૧૯૭૩માં પ્રોજેક્ટ ટાઈગર રિઝર્વ જાહેર થયેલો. અહીં વાઘની સૌથી વધુ વસતિ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો