ભારતે સ્વદેશી સુપરસોનિક
ઇન્ટરસેપ્ટર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું
- ઓછી ઊંચાઇએ આવતી કોઇપણ બેલાસ્ટિક
મિસાઇલને તોડી પાડવાની ક્ષમતા
ભારતે આજે
ઓઢિશામાં એક પરીક્ષણ રેંજમાંથી ઓછી
ઉંચાઇએ આવતી કોઇપણ મિસાઇલને તોડી શકવાની ક્ષમતા ધરાવતી ભારતીય બનાવટની એક
એડવાન્સ્ડ એર ડીફેન્સ સુપર સોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. ભારતે ચાલુ
વર્ષે આ ત્રીજુ સુપરસોનિક ઇન્ટરસેપ્ટર પરીક્ષણ કર્યું હતું જેમાં આવી રહેલી
મિસાઇલને સફળતાપૂર્વક આંતરવામાં આવી હતી. એક ઇન્ટરસેપ્ટર દ્વારા જમીનના વાતાવરણમાં
૩૦ કિમીની અંદર મિસાઇલને આંતરવામાં આવેલી.
પૃથ્વી મિસાઇલ
પણ અત્રેના ચંદ્રપુર ખાતે લોન્ચ કોમ્પ્લેક્ષ-૩ ખાતેથી કરવામાં આવ્યું હતું.ટ્રેકીંગ
રાડારમાંથી સિગ્નલ મળતાં અબ્દુલ કલામ આઇલેન્ડ પર મૂકેલું એએડી ઇન્ટરસેપ્ટર બંગાળના
આખાતમાં છોડવામાં આવ્યું હતું.હવામાં નિશાન કરેલી હુમલાખોર મિસાઇલને નાશ કરી
દેવામાં આવી હતી,એમ સંરક્ષણ સૂત્રોએ કહ્યું
હતું. આ ઇન્ટરસેપ્ટર સાડા સાત મીટર લાંબુ અને સિંગલ સ્ટેજ સોલિડ રોકેટ
છે જેમાં નેવિગેશન સીસ્ટમ પણ ફિટ કરેલી છે.