પાક.ના આતંક ઉપર
નજર રાખવા ઈસરો EMISAT ઉપગ્રહ લોંચ કરશે
- ૨૮ વિદેશી સેટેલાઈટ
સહિત ઈસરોનો મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ
- EMISATને તૈયાર
કરતા આઠ વર્ષ લાગ્યાં
અમેરિકા, સ્પેન, સ્વિટ્ઝર્લેન્ડ
સહિતના દેશોના ઉપગ્રહો અવકાશમાં છોડાશે
ઈસરો આગામી ૧લી એપ્રિલે ૨૮ વિદેશી
સેટેલાઈટ સહિત ભારતના મહાત્વાકાંક્ષી EMISAT સેટેલાઈટનું લોંચિંગ કરશે. ૨૧મી
માર્ચે થનારું લોચિંગ થોડા દિવસ પાછું ઠેલાયું હતું. EMISAT ઉપગ્રહ
આતંકવાદી પ્રવૃત્તિ ઉપર નજર રાખશે.
પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ ઉપર નજર
રાખવા માટે ઈસરો દ્વારા એક સેટેલાઈટ લોંચ કરવામાં આવશે. EMISAT નામના
સેટેલાઈટ ઉપર છેલ્લાં આઠ વર્ષથી કામ થતું હતું અને આખરે એમાં સફળતા મળી હતી. આ
ઉપગ્રહ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી પ્રવૃત્તિ ઉપર નજર રાખશે અને તેનાથી લશ્કરને
માહિતગાર કરશે.
આ ઉપગ્રહ ભારતની ઈલેક્ટ્રોનિક્સ
ગુપ્તચર એજન્સીનું કામ કરશે. સીમાપાર થતી માનવીય હિલચાલ ઉપર અને ઈલેક્ટ્રોનિક્સ
ઈક્વિપમેન્ટ ઉપર આ ઉપગ્રહ નજર રાખશે. EMISAT સેટેલાઈટ ૭૪૯ કિલોમીટરની ઊંચાઈએ સ્થિર
થઈને કામગીરી કરશે એવું ઈસરોના વિજ્ઞાનિકોએ જણાવ્યું હતું.
આ સિવાય ૧લી એપ્રિલે થનારા સેટેલાઈટ
લોન્ચિંગમાં ૨૮ વિદેશી ઉપગ્રહોનું પણ ઈસરો લોન્ચિંગ કરશે. અમેરિકા સ્પેન, સ્વિટ્ઝર્લેન્ડ, લિથુઆનિયા
સહિતના ડઝનેક દેશોના વિવિધ ૨૮ ઉપગ્રહો ભારત અવકાશમાં છોડશે. આ ઉપગ્રહો ૫૦૪
કિલોમીટરની ઊંચાઈએ સ્થિર રહીને જે તે દેશ માટે કામ કરશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો