PM મોદીએ વારાણસીને
આપી 2900 કરોડની યોજનાઓની
ગિફ્ટ, જાણો શું કહ્યું

વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ પોતાના મત વિસ્તાર વારાણસીને 2900 કરોડની યોજનાઓની ગિફ્ટ આપી છે.
આજે પીએમ મોદીએ
વારાણસીની મુલાકાત દરમિયાન ડિઝલમાંથી ઈલેક્ટ્રિક એન્જિનમાં ફેરવાયેલા એન્જિનને
લીલી ઝંડ઼ી આપી હતી.તેમજ સંત રવિદાસના જન્મસ્થળની પણ મુલાકાત લીધી હતી.
પીએમ મોદીએ એક
સભાને સંબોધિત કરતા કહ્યુ હતુ કે વારાણસીને નવા ભારતની ઉર્જાનુ કેન્દ્ર બનાવવામાં
સપળતા મળી છે.ડિઝલથી ચાલતા એન્જિનને ઈલેક્ટ્રિસિટીથી ચલાવવામાં સફળતા મેળવીને
ભારતના વૈજ્ઞાનિકો અને એન્જિનિયર્સે ફરી પોતાની પ્રતિભા દુનિયા સમક્ષ સાબિત કરી
છે.આ પ્રયોગ સફળત થવાથી બીજા એન્જિનને પણ કન્વર્ટ કરીને રેલવેને વધારે સક્ષમ બનાવી
શકાશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો