બુધવાર, 20 ફેબ્રુઆરી, 2019


આજે એશિયાના સૌથી મોટા એર શો એરો ઈન્ડિયા 2019નો સંરક્ષણમંત્રી નિર્મલા સીતારમણના હસ્તે આરંભ


એશિયાના સૌથી મોટા એર શો એરો ઈન્ડિયા 2019નો બેગલુરુમાં આજે સંરક્ષણમંત્રી નિર્મલા સીતારમણના હસ્તે આરંભ થઈ ગયો છે. 20મી ફેબ્રુઆરી થી 24મી ફેબ્રુઆરી સુધી યોજાનારા આ પ્રદર્શનમાં રક્ષાક્ષેત્રે જોડાયેલા તમામ રક્ષા ઉપકરણોને પ્રદર્શિત કરવામાં આવ્યા હતા જેને નિહાળવા માટે દુનિયાભરના દર્શકો અને વિમાનના ક્ષેત્રે જોડાયેલા રોકાણકારોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં દેશ વિદેશની અનેક થીંક ટેન્કે હાજરી આપી હતી. એરો ઈન્ડિયા 2019 શો વૈમાનિક ક્ષેત્રમાં થઈ રહેલી પ્રગતિ અને નવા વિચારોને દુનિયા સાથે વહેંચવા માટેનો એક મોટો મંચ છે. આ પ્રદર્શન દ્રારા ભારતનો ઉદેશ્ય મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાનો છે. એરો ઈન્ડિયાના ઉદ્ઘાટન પ્રસંગે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં સંરક્ષણમંત્રી નિર્મલા સીતા રમણે જણાવ્યું કે રક્ષાક્ષેત્રે ભારતે જબરજસ્ત પ્રગતિ કરી છે. સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં 100 ટકા વિદેશી રોકાણ શક્ય છે. તેમણે દેશમાં ઉત્પાદન ક્ષેત્રે જીડીપીને નવી ઉંચાઈએ લઈ જવાનો નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો