બુધવાર, 2 જાન્યુઆરી, 2019


સબરીમાલામાં બે મહિલાઓએ દર્શન કરી ઈતિહાસ રચ્યો



 Image result for keralas-sabarimala-temple

કેરળના સબરીમાલા મંદિરમાં બુધવારે ભારે વિરોધની વચ્ચે 50 વર્ષથી ઓછી ઉંમરની બે મહિલાઓએ પ્રવેશ કરીને ઈતિહાસ રચી દીધો છે. આ બંને મહિલાઓએ 800 વર્ષ જૂની પરંપરા તોડી દીધી છે. જોકે હવે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા મંદિરના શુદ્ધીકરણ માટે મંદિરને બંધ કરી દેવામાં આવ્યું છે.

માનવામાં આવે છે કે, બિંદુ અને કનકદુર્ગા નામની બે મહિલાઓએ અડધી રાતે મંદિરની સીડીઓ ચડવાની શરૂ કરી દીધી હતી અને સવારે 3.45 વાગે તેમણે ભગવાનના દર્શન કર્યા હતા. બંને મહિલાઓ સાથે સાદા કપડામાં અને યુનિફોર્મમાં અમુક પોલીસકર્મીઓ પણ હતા. જોકે મંદિરમાં પ્રવેશ કરનાર બંને મહિલાઓનો અત્યારે સંપર્ક થઈ શકતો નથી. તે મહિલાઓ પોલીસ સુરક્ષામાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે અંદાજે 40 વર્ષની બે મહિલાઓએ આજે સવારે મંદિરમાં પ્રવેશ કર્યો છે. બંને મહિલાઓ સવારે 3.45 વાગે મંદિરમાં પહોંચી હતી અને ભગવાન અય્યપાના દર્શન કરીને પરત આવી હતી.
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો