ઈન્ડોનેશિયામાં ફરી સુનામીની તબાહી, 168ના મોત, 600 ઘાયલ
ઈન્ડોનેશિયામાં
ફરી એક વખત વિનાશકારી સુનામીએ તબાહી મચાવી છે.શનિવારે રાતે આવેલા સુનામીમાં 63 લોકોના મોત
થયા છે.જ્યારે બીજા 600 લોકો ઘાયલ થયા છે.જોકે રવિવારે બપોર
સુધીમાં મળેલા અહેવાલો પ્રમાણે મોતનો આંકડો 63 થી વધીને 168 પર પહોંચ્યો
છે.
અહેવાલો પ્રમાણે ઈન્ડોનેશિયાના સમય
પ્રમાણે રાતે સાડા નવ વાગ્યે આવેલા સુનામીએ ઈન્ડોનેશિયાના પેનદેંગલેંગ, સેરાંગ અને
દક્ષિણ લામ્પુંગ જેવા વિસ્તારોને પ્રભાવિત કર્યા હતા.
દરિયાના રાક્ષસી મોજામાં સંખ્યાબંધ
ઈમારતો તણાઈ હતી અને દરિયામાં લાંગરેલી સેંકડો નાવો પણ લાપતા બની છે.
ઈન્ડોનેશિયાના નેશનલ ડિઝાસ્ટર
મિટિગેસન એજન્સીના કહેવા પ્રમાણે સુનામી આવતા પહેલા એનક ક્રેકાટુ નામનો જ્વાળામુખી
વિસ્ફોટ સાથે સક્રિય થયો હતો.એ પછી સમુદ્રમાં લેન્ડસ્લાઈડ થઈ હતી.દરિયામાં ઉંચી
લહેરો ઉઠી હતી અને તેણે કિનારાના વિસ્તારો પર તબાહી ફેલાવી હતી.
તાજેતરમાં પણ ઈન્ડોનેશિયાના સુલવેસુ
દ્વીપમાં આવેલા સુનામીમાં 800 થી વધારે લોકો માર્યા ગયા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો