બુધવાર, 1 ઑગસ્ટ, 2018

કચ્છમાં રણના પેટાળમાં ખારા પાણી નીચે દશગણા મીઠા પાણીની વહેતી નદી મળી 



- જમીનમાં 200 મીટર નીચે 25થી 40 મીટર જાડાઈના રેતીના લેયરમાં પાણીનો અખૂટ ભંડાર 

ખારા રણમાં મીઠી વિરડી, આ કહેવત બધાએ સાંભળી છે. કચ્છના અંતરિયાળ રણ પ્રદેશમાં આ કહેવત સંશોધનકારોએ સાચી સાબિત કરી બતાવી છે. રણના ખારા પાણી નીચે વહેતો મીઠા પાણીનો અખૂટ ભંડાર તાજેતરના સંશોધનમાં મળી આવ્યો છે. ધરતીના પેટાળમાંથી મળેલુ આ પાણી ખારા પાણી કરતા દશગણુ મીઠુ છે! કચ્છના બેડીયા બેટ વિસ્તારમાં ગેંડા પોસ્ટ નજીક જમીનથી ર૦૦ મીટર નીચે મળી આવેલી પાણીની આ સરવાણી એક મોટી વહેતી નદી સમાન છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો