સુપ્રીમ કોર્ટના જજ ઈન્દુ મલ્હોત્રા
- પ્રથમ વાર કોઈ મહિલા વકીલની સીધા SCના જજ તરીકે નિમણૂક
કરાઈ
- વરિષ્ઠ મહિલા વકીલ ઈન્દુ મલ્હોત્રાએ આજે સુપ્રીમ કોર્ટના જજ તરીકેના
શપથ લીધા
તા. 27 એપ્રિલ 2018
શુક્રવાર
વરિષ્ઠ મહિલા વકીલ ઈન્દુ મલ્હોત્રાએ આજે
સુપ્રીમ કોર્ટના જજ તરીકેના શપથ લીધા. આ અવસર ઐતિહાસિક છે, કેમ કે આજે દેશમાં પ્રથમ વાર કોઈ મહિલા વકીલની સીધા સુપ્રીમ કોર્ટના જજ
તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ગત ત્રણ દાયકાઓથી વકાલત કરી રહેલા ઈન્દુ
મલ્હોત્રા કાયદાના વિશેષજ્ઞ છે. તે વિભિન્ન ઘરેલૂ અને આંતરાષ્ટ્રીય વાણિજ્યિક
કેસમાં હસ્તક્ષેપ કરતા પણ જોવા મળ્યા છે. ડિસેમ્બર 2016માં ભારત સરકારે ભારતમાં હસ્તક્ષેપ તંત્રના સંસ્થાનીકરણની સમીક્ષા કરવા
માટે તેમને કાયદા અને ન્યાય મંત્રાલયમાં ઉચ્ચ સ્તરીય સમિતિના સભ્ય બનાવ્યા હતા.
ઈન્દુ મલ્હોત્રા વર્ષ 2007માં સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા
વરિષ્ઠ વકીલ તરીકે નોમિનેટ થનાર બીજી મહિલા હતા.
ઈન્દુ મલ્હોત્રા સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ
તરીકે કાર્યરત હતા. તેમના પિતા ઓમ પ્રકાશ મલ્હોત્રા પણ સુપ્રીમ કોર્ટમાં સીનિયર
એડવોકેટ હતા. ઓમ પ્રકાશ મલ્હોત્રા એક સારા લેખક પણ હતા. જેમણે ઔદ્યોગિક વિવાદોના
કાનૂન અને લૉ એન્ડ પ્રેક્ટિસ ઓફ આર્બિટ્રેશન પર પુસ્તકો લખ્યા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો