કોમનવેલ્થ 2018માં શુટીંગમાં મિથરવાલે મેળવ્યો બ્રોન્ઝ મેડલ
- ભારત અત્યાર સુધી મેળવ્યા 11 મેડલ
કોમનવેલ્થ 2018ના સાતમા દિવસે
ભારત માટે ઓમ પ્રકાશ મિથરવાલે પુરુષોની 50 મીટર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. મિથરવાલનો આ બીજો મેડલ
છે. આ અગાઉ તેણે 10 મીટર સ્પર્ધામાં
પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે કુલ 201.1ના સ્કોર સાથે બ્રોન્ઝ પર કબ્જો જમાવ્યો.
આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ ઓસ્ટ્રેલિયાના ડેનિયલ રેપાચોલીએ મેળવ્યો. તેણે 227.2નો કુલ સ્કોર કરીને ગેમ રેકોર્ડ બનાવ્યો. જ્યારે સિલ્વર મેડલ બાંગ્લાદેશના શકીલ અહેમદે મેળવ્યો જેણે 220.5નો સ્કોર કર્યો. ભારતને આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધી 11 ગોલ્ડ મળ્યા છે. જ્યારે 4 સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલ મળેલા છે. આ સાથે ભારતને મળેલા કુલ મેડલ્સની સંખ્યા 22 થઈ ગઈ છે. મેડલ ટેલીમાં ભારત હજુ પણ ત્રીજા સ્થાને છે. સાતમા દિવસે ભારતને બોક્સરો પાસેથી મેડલની આશા છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો