મંગળવાર, 9 જાન્યુઆરી, 2018

દરિયાઇ માર્ગે હજ માટે જવાની ભારતની યોજનાને સાઉદી એરેબિયાએ મંજૂર કરી



- ૨૦૨૨ સુધીમાં હજ સબસિડી નાબુદ કરાશે
- હજ ૨૦૧૮ માટે ૩૫૯૦૦૦ અરજી આવી : મુંબઇ-જીદ્દાહ વચ્ચેનું ૨૩૦૦ નોટિકલ માઇલનું અંતર ત્રણથી ચાર દિવસમાં

હજ જવા માટે સસ્તા માર્ગનો ઉપાય શોધવામાં સાઉદી એરેબિયાએ ભારતને મદદ કરી છે અને દરિયાએ માર્ગે જવાની  પ્રથા ૨૩ વર્ષ પહેંલા બંધ કરવામાં આવેલી પ્રથોને ફરી શરૃ કરવાની ભારતની યોજનાને સાઉદી એરેબિયાએ મંજૂર કરી હતી. અગાઉ દરિયાએ માર્ગે જીદ્દાહ જવામાં ૧૨થી ૧૫ દિવસો લાગતા હતા,પણ હવે લકઝુરિયસ જહાજમાં ત્રણ કે ચાર દિવસમાં જીદ્દાહ પહોંચી જવાશે.

તેમણે કહ્યું હતું કે બાકીની પ્રક્રિયા કરવા માટે બન્ને દેશોના અધિકારીઓ ટુંક સમયમાં મળશે અને રોડમેપ તૈયાર કરશે. જો કે ક્યા વર્ષથી દરિયાઇ માર્ગે મુસાફરી શરૃ કરાશે તે અંગે કોઇ માહિતી આપી નહતી. દરિયાઇ માર્ગે હજ માટે જવાની પ્રથા અને ગરીબ તરફી અને યાત્રા મૈત્રિ ક્રાંતિકારી નિર્ણયથી ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. ચારથી પાંચ હજાર હાજીઓને લઇ જનાર જહાજ ૨૩૦૦ નોટિકલ માઇલનું અંતર ત્રણથી ચાર દિવસમાં પુરૃં કરશે. ઉપરાંત ૪૫ વર્ષ ઉપરની ૧૩૦૦ મહિલાઓએ મેહરમ વગર હજ માટે જવા અરજી કરી હતી.


તેમના માટે ૧૩૦૦ હજ સહાયકોની નિમણુંક કરાશે. તેમને લોટરી સીસ્ટમમાંથી બાકાત રખાશે. તેમના વાહન વ્યવહારની અને રહેઠાણની અલગથી વ્યવસ્થા કરાશે. આ વખતે હાજીઓને નજીકના એમબાર્કેશન પોઇન્ટની પસંદગી કરવાની છુટ આપી છે.વર્ષ ૨૦૨૨ સુધીમાં તબક્કાવાર  હજ સબસિડી નાબુદ કરાયા પછી પણ હાજીઓ પર કોઇ નાણાકીય બોજ ના પડે તેની ખાતરી રખાશે, એવું હજ સમિતિના એક અધિકારીએ કહ્યું હતું.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો