મંગળવાર, 9 જાન્યુઆરી, 2018

ભારતીય મૂળના અભિનેતા અઝીઝ અંસારીને ગોલ્ડન ગ્લોબ બેસ્ટ એક્ટરનો એવોર્ડ



- ટીવી સીરિઝની કેટેગરીમાં સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકે સન્માન

- ગોલ્ડન ગ્લોબ બેસ્ટ એક્ટરનો એવોર્ડ મેળવનારા અઝીઝ અંસારી એશિયન મૂળના પ્રથમ અભિનેતા બન્યા

૭૫મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સમારોહમાં ભારતીય મૂળના અઝીઝ અંસારીને મ્યુઝિકલ-કોમેડી ટીવી સીરિઝની કેટેગરીમાં બેસ્ટ અભિનેતાનો અવોર્ડ મળ્યો છે. ગોલ્ડન ગ્લોબનો બેસ્ટ એક્ટરનો એવોર્ડ મેળવનારા અઝીઝ અંસારી એશિયન મૂળના પ્રથમ અભિનેતા છે. 'ધ માસ્ટર ઓફ નન' નામની ટેલિવિઝન સીરિઝમાં શ્રેષ્ઠ અભિનય કરવા બદલ ભારતીય મૂળના અઝીઝ અંસારી ગોલ્ડન ગ્લોબની કોમિક કેટેગરીના બેસ્ટ અભિનેતા તરીકે નોમિનેટ થયા હતા. ૩૪ વર્ષના અંસારીને આ ટેલિવિઝન શ્રેણી માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

તમિલનાડુના કોલંબિયા સ્થાઈ થયેલા પરિવારમાં અંસારીનો જન્મ થયો હતો. ન્યૂયોર્કમાં ભણેલા અઝીઝ અંસારીના માતા-પિતા ડોક્ટર છે અને અઝીઝ અંસારી અભિનય ક્ષેત્રમાં પ્રવેશ્યા હતા. ગયા વર્ષે ય તેમનું ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં બેસ્ટ એક્ટરની શ્રેણીમાં નોમિનેશન થયું હતું, પણ એવોર્ડ થોડો દૂર રહી ગયો હતો. એ કસર આ વર્ષે પૂરી થઈ હતી.

એવોર્ડ મળ્યા પછી અઝીઝ અંસારીએ જણાવ્યું હતું કે મને આ વર્ષે કારકિર્દીનો પ્રથમ ગોલ્ડન ગ્લોબ મળી જશે એવી અપેક્ષા ન હતી. આ ટેલિવિઝન સીરિઝ માટે મારા અભિનયને બહુ પ્રશંસા મળી છે અને એ સાથે જ ગોલ્ડન ગ્લોબે પણ મારું સન્માન કર્યું છે એટલે બેવડો આનંદ થઈ રહ્યો છે. અઝીઝ અંસારીએ પોતાનો આ એવોર્ડ તેમના માતા-પિતાને અર્પણ કર્યો હતો.


ગોલ્ડન ગ્લોબનો બેસ્ટ એક્ટરનો એવોર્ડ મેળવનારા અઝીઝ અન્સારી ભારતીય મૂળના પ્રથમ અભિનેતા છે. એટલું જ નહીં, એશિયન મૂળના એક પણ અભિનેતાને અત્યાર સુધી આ સન્માન મળ્યું છે. એ સાથે જ પ્રતિષ્ઠિત ગોલ્ડન ગ્લોબ બેસ્ટ એક્ટરનો એવોર્ડ મેળવનારા અંસારી એશિયન મૂળના પ્રથમ અભિનેતા બની ગયા છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો