ગુરુવાર, 14 ડિસેમ્બર, 2017

રોહિત શર્મા વન ડેમાં ત્રણ બેવડી સદી ફટકારનારો વિશ્વનો સૌપ્રથમ બેટ્સમેન


- મોહાલી વન ડે : ભારતીય કેપ્ટન રોહિતના ૧૨ છગ્ગા, ૧૩ ચોગ્ગા સાથે ૧૫૩ બોલમાં ૨૦૮*

- વન ડે ક્રિકેટમાં ૭માંથી પાંચ બેવડી સદી ભારતીય બેટ્સમેનોના નામે

- ભારતે નિર્ણાયક વન ડે જીતીને શ્રીલંકા સામે શ્રેણીમાં ૧-૧થી બરોબરી મેળવી


ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મોહાલીમાં રમાયેલી શ્રીલંકા સામેની શ્રેણીની બીજી અને મહત્વની વન ડેમાં ૧૨ છગ્ગા અને ૧૩ ચોગ્ગા સાથે ૧૫૩ બોલમાં અણનમ ૨૦૮ રન ફટકારીને ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે રોહિત વન ડે ઇતિહાસમાં ત્રણ બેવડી સદી ફટકારનારો વિશ્વનો સૌપ્રથમ બેટ્સમેન બની ગયો છે. 

રોહિત શર્માએ તેની ઝંઝાવાતી ઈનિંગની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિક્રમોની વણઝાર સર્જી હતી. કેપ્ટન રોહિતની આ તોફાની બેવડી સદીને સહારે ભારતે ૫૦ ઓવરમાં ચાર વિકેટે ૩૯૨ રનનો જંગી સ્કોર ખડકીને શ્રીલંકાને હરાવીને ત્રણ વન ડેની શ્રેણીમાં ૧-૧થી બરોબરી પ્રાપ્ત કરી હતી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો