એર ઇન્ડિયાના નવા CMD તરીકે IAS
પ્રદીપ સિંહ ખરોલાની નિમણૂક
- ૧૯૮૫ બેચના IAS પ્રદીપ સિંહ
ખરોલા એર ઇન્ડિયાનું ડિસઇન્વેસ્ટમેન્ટ સંભાળશે
એર ઇન્ડિયાના
નવા CMD તરીકે IAS પ્રદીપ શિંહ ખરોલાની નિમણુંક
કરવામાં આવી હોવાનું સરકારે આજે કહ્યું હતું. ગયા સપ્તાહે જ જેમને એક્સેટન્શન આપવામાં આવ્યો હતો તે
પાજીવ બંસલની જગ્યાએ ખરોલા ચેરમેન બનશે. ૧૯૮૫ બેચના કર્ણાટક કેડરના અધિકારી IAS
ખરોલા એવા સમયે સત્તાના સૂત્રો સંભાળી રહ્યા છે કે જ્યારે સરકારે એર
ઇન્ડિયામાંથી ડિસઇન્વેસ્ટમેન્ટની શરૃઆત કરી દીધી છે.
અગાઉ ફેબુ્રઆરી ૨૦૧૫ સુધીમાં તેઓ બેંગલુરૃ મેટ્રો રેલ કોર્પો.ના મેનેજીંગ
ડિરેકટર હતા. અન્ય કામો ઉપરાંત ખરોલાએ કર્ણાટક અર્બન
ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવેલપમેન્ટ એન્ડ ફાઇનાન્સ કોર્પો. સહિત તે રાજ્યમાં અનેક હોદ્દાઓ
પર ફરજ બજાવી હતી. તેઓ કર્ણાટકના મુખ્ય મંત્રીના અગ્ર સચિવ તરીકે પણ કામ કરી
ચૂક્યા હતા. રસપ્રદ વાત એ છે કે હાલમાં પેટ્રોલિયમ મંત્રાલયમાં નાણાકીય સલાહકાર
તરીકે સેવા આપી રહેલા બંસલનો ૨૩ નવેમ્બરે ત્રણ મહિનાની મુદ્દત પરી થતાં હજુ તો ગયા
સપ્તાહે જ એર ઇન્ડિયાના CMD તરીકે એક્સેટેન્શન અપાયું હતું.
દેશના કરદાતાઓના પૈસે ટકી રહેલી એર ઇન્ડિયાને ફરીથી ધમધમતી કરવાના પ્રયાસોના
ભાગરૃપે સરકારે એરલાઇનનો કેટલોક હિસ્સો વેચી મારવા નિર્ણય કર્યો હતો. આર્થિક બાબતો
પરની કેબિનેટ સમિતિએ ચાલુ વર્ષે જૂનમાં એર ઇન્ડિયાના વ્યુહાત્મક ડીસઇન્વેસ્ટમેન્ટ
માટે મંજૂરી આપી હતી. હાલમાં એર ઇન્ડીયાના માથે રૃપિયા ૫૦,૦૦૦
કરોડ ઉપરાંતનું દેવું છે તેમ છતાં દાયકામાં પહેલી જ વાર ૨૦૧૫-૧૬માં ઓપરેશનલ
પ્રોફિટ કરી શકી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો