બુધવાર, 29 નવેમ્બર, 2017

દક્ષિણ આફ્રિકાના ડેમી-લેઇ નેલ-પીટર્સે મિસ યુનિવર્સ 2017નો તાજ જીત્યો



દક્ષિણ આફ્રિકાના ડેમી-લેઇ નેલ- પીટર્સ (22) ને લાસ વેગાસ, નેવાડા, યુનાઈટેડ સ્ટેટ્સમાં પ્લેનેટ હોલીવુડ ખાતે ધ એક્સિસ ખાતે યોજાયેલી શોઝમાં મિસ યુનિવર્સનો તાજ મળ્યો હતો. 

આ સાથે તે બની જાય છે સાઉથ આફ્રિકાની બીજી મિસ યુનિવર્સ, તેના પહેલા માર્ગારેટ ગાર્ડીનર જેણે મિસ યુનિવર્સનો તાજ 1978 માં જીત્યો હતો.


તેનો જન્મ 28 જુન 1995 ના રોજ સેડેફિલ્ડ, વેસ્ટર્ન કેપમાં થયો હતો. તેણીને ઉત્તર-પશ્ચિમ યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટમાં ડિગ્રી પ્રાપ્ત થઈ.

મિસ યુનિવર્સ


તે મિસ યુનિવર્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજીત વાર્ષિક આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધા છે. તેની સ્થાપના 1952માં કેલિફોર્નિયાના કપડાંની કંપની “પેસિફિક મિલ્સ” દ્વારા કરવામાં આવી હતી. 

મિસ વર્લ્ડ અને મિસ અર્થ સ્પર્ધાઓ સાથે, મિસ યુનિવર્સ વિશ્વની સૌથી મોટી સૌંદર્ય સ્પર્ધાઓ પૈકીની એક છે અને વિશ્વભરમાં સૌથી અપેક્ષિત સૌંદર્ય સ્પર્ધાઓમાંથી એક છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો