બુધવાર, 29 નવેમ્બર, 2017

20 ફેબ્રુઆરી, 1948નો દિવસ ઐતિહાસિક


- જૂનાગઢને ભારત કે પાકિસ્તાનમાં ભેળવવા માટે મતદાન થયું હતુ

ગુજરાત વિધાનસભાની ચુંટણીનો માહોલ સર્જાઈ ગયો છે ત્યારે ઈતિહાસ ઉપર નજર નાંખીએ તો સોરઠમાં સૌપ્રથમ વખત ૨૦મી ફેબુ્રઆરી, ૧૯૪૮નાં દિવસે ઐતિહાસિક મતદાન યોજાયું હતું. જૂનાગઢને ભારત કે પાકિસ્તાનમાં ભેળવવું? એનો લોકો પાસેથી મત લેવાયો હતો.

ભારત સાથે જોડાણ માટે પડયા હતા અધધ ૧,૯૦,૭૭૯ મત તો પાક.ની તરફેણમાં, ફક્ત ૯૧ મત! ભારત દેશ આઝાદ થયા બાદ પાકિસ્તાનમાં ભળવાની જીદ પકડનાર નવાબ સામે લડત છેડીને જૂનાગઢનો કબજો હિન્દ સંઘે લીધો હતો.

બાદમાં ૧૩ નવેમ્બર ૧૯૪૭નાં રોજ સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથ- જૂનાગઢ આવ્યા અને સોરઠનો ભાગ હિંદ સિંઘનો બનતા પ્રજાનો મત લેવા માટે રેફરન્ડમ થયું હતું.

જેના માટેનું મતદાન ૨૦ ફેબુ્રઆરી, ૧૯૪૮નાં રોજ થયું હતું. જેમાં ભારત સાથે જોડાણ માટે ૧,૯૦,૭૭૯ મત પડયા હતા અને પાકિસ્તાન સાથે જોડાણ માટે ફક્ત ૯૧ મત પડયા હતા.

સમગ્ર સોરઠનાં એ મતદાન માટે સોમનાથ ખાતે પણ એક જ્ઞાતિની વંડીમાં લાલ પેટી અને લીલી પેટી ગોઠવાઈ હતી. એ સમયે મતદાન મથકે આજના જેવા કડક નિયમો ન હતા.


મતદાન કરવા લોકો જીજ્ઞાસા- કુતુહલવશ જતા હતા. માતા-પિતા મતદાન કરવા જતા હતા તે જોવા બાળકોને પણ સાથે લઈ જતા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો