સોમવાર, 20 નવેમ્બર, 2017

માનુષી પહેલા આ મહિલાઓએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો છે

- 17 વર્ષ બાદ ભારતને મિસ વર્લ્ડનું ટાઇટલ આપનાર માનુષી છઠ્ઠી મહિલા છે



ભારતના માનુષી છિલ્લરે મિસ વર્લ્ડ 2017નો ખિતાબ મેળવી લીધો છે. 17 વર્ષ બાદ કોઇ ભારતીય સુંદરીએ આ ખિતાબ મેળવ્યો છે. મિસ વર્લ્ડનું ટાઇટલ જીતનાર માનુષી છઠ્ઠી ભારતીય મહિલા છે. આ પહેલા પણ ભારતની પાંચ સુંદરીઓએ પોતાની સુંદરતા અને પ્રતિભાથી વિશ્વભરમાં ખ્યાતિ મેળવી છે. દુનિયાના 108 દેશોની સુંદરીઓને પાછળ કરીને માનુષીએ આ ટાઇટલ મેળવ્યું છે. 


માનુષીના વિનર બનતા જ સોશિયલ મીડિયા પર તેને શુભકામનો પાઠવવામાં આવી રહી છે. માનુષી પહેલા પણ આ ભારતીય સુંદરીઓએ સુંદરતા અને પોતાના ટેલેન્ટથી મિસ વર્લ્ડનું ટાઇટલ જીતી ચૂકી છે. જાણો, કોણ છે તે ભારતીય સુંદરીઓ જેમણે મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો છે.  

રીતા ફારિયા (1966)


રીતા ફારિયા ભારતની પ્રથમ મિસ વર્લ્ડ બની હતી. રીતા મુંબઇની રહેવાસી છે. મિસ વર્લ્ડ બનતા પહેલા રીતા મિસ મુંબઇ અને મિસ ઇન્ડિયા પણ રહી ચૂકી છે. રીતા મેડિકલ સ્ટૂડેન્ટ રહી ચૂકી છે પરંતુ હવે તેઓ લાઇમ લાઇટની દૂનિયાથી ઘણા દૂર છે.   

ઐશ્વર્યા રાય (1994)


રીતા બાદ બીજી મિસ વર્લ્ડ તરીકેનો ટાઇટલ જીતનાર હતી ઐશ્વર્યા.  મિસ વર્લ્ડ બન્યા બાદ એશ્વર્યાએ બૉલિવુડમાં એન્ટ્રી કરી અને બોલિવુડમાં પણ એક સક્સેસફુલ અભિનેત્રી તરીકે પોતાનું કરિયર બનાવી ચૂકી છે.   

ડાયના હેડન (1997)


એશ્વર્યા બાદ ડાયના હેડને મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. ડાયના હૈદરાબાદની છે. લંડનમાં તેણે પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે. બિગ બોસ સીઝન-2માં ડાયના હેડેન ભાગ લઇ ચૂકી છે. ફિલ્મી કરિયરમાં વધારે ન રહેતા તે હવે લાઇમલાઇટથી ઘણી દૂર છે.   

યુક્તા મુખી (1999)


બૅંગલુરૂમાં જન્મી યુક્તાએ અભ્યાસ દુબઇમાં કર્યો હતો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મુંબઇ આવીને મિસ વર્લ્ડની કૉમ્પિટીશનમાં ભાગ લીધો. ખિતાબ જીત્યા બાદ યુક્તાએ એક-બે ફિલ્મમાં પણ પોતાનું નસીબ અજમાવી જોયું પરંતુ ફિલ્મ સફળ ન થઇ શકી.   

પ્રિયંકા ચોપડા (2000)


પ્રિયંકા ચોપડાનું કરિયર આજે ટોપ પર છે. તેમના માતા-પિતા આર્મીમાં ડૉક્ટર રહી ચૂક્યા છે. મૉડલિંગથી તેમનું કરિયર મિસ વર્લ્ડનું ખિતાબ મેળવીને શરૂ થયું અને ત્યારબાદ ટાઇટલ જીતીને પ્રિયંકાએ બૉલિવુડમાં પણ  ખૂબ નામના મેળવી છે. આજે પ્રિયંકા ચોપડા ઇન્ટરનેશનલ સ્ટાર છે.   

માનુષી છિલ્લર (2017)



પ્રિયંકા ચોપડા બાદ હરિયાણાની માનુષી છિલ્લરે મિસ વર્લ્ડ 2017નું ટાઇટલ જીતીને વિશ્વભરમાં ભારતનું નામ રોશન કર્યું છે. મેડિકલ સ્ટૂડન્ટ માનુષીએ 108 દેશોની સુંદરીઓને હરાવીને પ્રતિષ્ઠિત તાજ પોતાના નામે કર્યો છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો