મંગળવાર, 14 નવેમ્બર, 2017

131 વર્ષનું થયુ Hole punch મશીન: Googleએ બનાવ્યુ ડૂડલ

- ફ્રેડરિક સુનેનિકે 14 નવેમ્બર 1886એ આની પેટન્ટ બનાવી હતી


131 વર્ષનું થયુ Hole punch મશીન: Googleએ બનાવ્યુ ડૂડલ 


આજે 14 નવેમ્બર એટલે બાળ દિવસ પણ સાથે સાથે આજના દિવસે 1886માં Hole punch છિદ્ર મશીન બનાવવામાં આવ્યુ હતુ. ફ્રેડરિક સુનેનિકે 131 વર્ષ પહેલા આ મશીનની પેટન્ટ બનાવી હતી.

તમને યાદ હશે કે પહેલાના સમયમાં કાગળો અથવા ફાઈલોને બાંધવા માટે સોયથી તેમાં કાણું પાડવામાં આવતુ હતુ પછી કોઈ મોટા દોરાથી તેને સાંધવામાં આવતુ હતુ. ભારતમાં ફાઈલિંગનું આ કામ અઘરુ હતુ. જોતજોતામાં જ હોલ પંચ Hole punch આપણી સ્ટેશનરીમાં સામેલ થયો અને ફાઈલિંગના કામને ઘણું સહેલુ બનાવી દીધુ.
આ ઘણુ સરળ પરંતુ અદ્ભુત હોલ પંચે આપણા જીવનમાં સામેલ થયા. 130 વર્ષથી પણ વધારે વર્ષ થઈ ગયા છે. ફ્રેડરિક સુનેનિકે 131 વર્ષ પહેલા આજના જ દિવસે એટલે કેણ 1886એ આની પેટન્ટ બનાવી હતી.

131 વર્ષનો સફર કરતા આ છિદ્ર મશીને દરેક જગ્યાએ, દરેક ઓફિસ એટલે સુધી કે લગભગ દરેક ઘરમાં પોતાનું વર્ચસ્વ બનાવી લીધુ. જ્યારે પેટેન્ટ કરાવવામાં આવ્યુ હતુ તો એ દિવસ પણ મંગળવાર હતો અને આજે પણ.
આ અનોખા આવિષ્કાર પર ગુગલે એક ભવ્ય ડૂડલ બનાવીને લોકોને આની જાણકારી બધાં સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી છે. ભારતમાં 14 નવેમ્બરે જ્યારે સમગ્ર દેશ બાળ દિવસની ઉજવણી કરી રહ્યો છે. ગુગલ દ્વારા આ પંચ મશીનની જાણકારી આપીને આજના દિવસને વધારે રોચક બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો