ઇસરોના વિજ્ઞાનીઓએ
હાઈડ્રોજનથી ચાલતી બસ વિકસાવી, વર્ષોના પ્રયોગો પછી સફળતા
- ૨૦૩૦ સુધીમાં ભારતમાં ૧૦૦ ટકા
ઇ-વ્હિકલ હશે
- હાઈડ્રોજન જ નેકસ્ટ જનરેશન ફ્યૂલ, ક્રૂડની
આયાતનું બિલ ઘટાડવા લાંબા ગાળે આ જ ઉત્તમ ઉપાય : માધવન લિથિયમ બેટરીથી ચાલતા
વાહનોમાં બેટરીના નિકાલની સમસ્યા, આ બેટરીને ગમે ત્યાં
ફેંકવાથી વધુ પ્રદૂષણ ફેલાય
ભારત, ઇલેક્ટ્રિક
અથવા બેટરથી ચાલતા વાહનોને પ્રોત્સાહિત કરવા માંગે છે. પણ દેશના એક ટોચના વૈજ્ઞાનિકનું
માનવું છે કે લાંબા ગાળાનો વિચાર કરવામાં આવે તો, આગામી પેઢી
માટે બળતણ (ફ્યુઅલ) તરીકે 'હાઈડ્રોજન' વાયુ
એ સાચી પસંદગી ગણાશે. અને તેનાથી ચાલતા વાહનો અંગે સંશોધન અને વિકસાવવાના પ્રયાસો
હાથ ધરવા જોઇએ.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને (ઇસરો) હાઈડ્રોજનથી ચાલતા
વાહનને વિકસાવીને તેનું નિદર્શન પણ કર્યું હતું. તેમ ઇસરોના પૂર્વ વડા જી. તેઓએ
થોડા વર્ષ પૂર્વે ટાટા મોટર્સ અને ઇસરોએ સંયુક્ત રીતે વિકસાવેલી હાઈડ્રોજન સંચાલીત
બસ અંગે ચર્ચા કરી રહ્યા હતા. તેમણે પત્રકારોને કહ્યું હતું કે લાંબાગાળે
હાઈડ્રોજન સંચાલીત વાહનો પર ભાર આપવો વધુ ઉચીત ગણાશે કેમ કે તે આગામી પેઢીનું બળતણ
બની રહેશે.
ભારત ૨૦૩૦ બાદ તમામ વાહનો ઇલેક્ટ્રિક સંચાલિત હોય તેવી અપેક્ષા સેવે
છે. જેનાથી બળતણ (કૃડ ઓઇલ)ની આયાત ઘટાડી શકાય તેમજ વાહન ચલાવવાનો ખર્ચ નીચો લાવી
શકાય. સરકાર વિવિધ યોજનાઓની મદદથી ઇલેક્ટ્રિક સંચાલીત વાહનોની સંખ્યા વધારવા
પ્રયાસ કરે છે. સરકાર સંચાલીત 'એનર્જી એફિસિયન્સી સર્વિસ લી.
એ તાજેતરમાં ૧૦,૦૦૦ ઇલેક્ટ્રિક કાર ખરીદવાની ઇચ્છા દર્શાવી
હતી. હમણાં સુધી ઉર્જા મંત્રાલયનો હવાલો સંભાળતા પિયુષ ગોયલે ૨૦૩૦ સુધીમાં દેશમાં
૧૦૦ ટકા વાહનો 'ઇ-વ્હિકલ' હોય તેવી
ઇચ્છા વ્યક્ત કરી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો