ગુરુવાર, 31 ઑગસ્ટ, 2017

ઇસરો આજે નેવિગેશન સેટેલાઈટ IRNSS-1H લોન્ચ કરશે



શ્રીહરિકોટા સ્થિત કેન્દ્રમાંથી સાંજે 6.59 વાગ્યે ઉપગ્રહ લૉન્ચ કરવામાં આવશે. ઉપગ્રહ પીએસએલવી-સી-39 રૉકેટ દ્વારા ભ્રમણ કક્ષામાં તરતો મુકાશે. ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમનો આઠમો ઉપગ્રહ છે.


1425 કિગ્રા વજનનો ઉપગ્રહ આઇઆરએનએસએસ-1નું સ્થાન લેશે. જૂના ઉપગ્રહની પરમાણુ ઘડિયાળ કામ કરતી અટકી ગઈ છે.


Nav ICના હાલના સાત સેટેલાઇટને જોડવા માટે આવતી કાલે નેવીગેશન સેટેલાઇટ IRNSS-1H ના લોંચિંગનું  ૨૯ કલાકનું કાઉન્ટ ડાઉન શરૃ થયું હતું. પીએસએલ,વી સી૩૯ બોર્ડ પર  IRNSS-1H લોંચ થનાર IRNSS-1a માટે બેકઅપ તરીકે કામ કરશે.સેટેલાઇટની ત્રણ ઓટોમેટિક ઘડિયાળો બંધ પડી જતાં સાત સેટેલાઇટ પૈકી એક માટે કામ કરશે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો