આઝાદ ભારતના પ્રથમ મતદાતા શ્યામ શરણ નેગી ૧૦૦ વર્ષના થયા…
નેગીદાદા ૧૯૧૭ની પહેલી જુલાઈએ
હિમાચલના ગામમાં જન્મ્યા હતા
તા.1 જુલાઇ,
2017, શનિવાર… આઝાદ ભારતમાં સૌથી પહેલું મતદાન
હિમાચલ પ્રદેશના વાસી શ્યામ શરણ નેગીએ કર્યું હતું. એ નેગી ૧લી જુલાઈના દિવસે ૧૦૦
વર્ષના થયા છે. અત્યાર સુધીમાં તેઓ લોકસભાની ૧૬ અને વિધાનસભાની
૧૨ ચૂંટણી સહિત બીજી સ્થાનીક ચૂંટણીમાં મતદાન કરી ચૂક્યા છે. ૧૯૫૧માં આઝાદ ભારતની પહેલી
ચૂંટણી થઈ ત્યારે સૌથી પહેલો મત શ્યામ શરણ નેગીએ આપ્યો હતો. ૨૦૧૪ની ચૂંટણી વખતે
ભારતના ચૂંટણી પંચે તેમનું ખાસ સન્માન કર્યું હતુ.
નેગી હિમાચલ પ્રદેશના
કિન્નુર જિલ્લાના કાલપા નામના નાનકડા ગામે રહે છે. તેઓ સ્કૂલ શિક્ષક હતા અને
અત્યારે નિવૃત્ત થઈને શતાયુ જીવન પસાર કરી રહ્યા છે. આઝાદ ભારતની પહેલી ચૂંટણી આમ તો
ફેબુ્રઆરી ૧૯૫૨માં થઈ હતી. પરંતુ હિમાલચમાં બરફ વર્ષાનો પ્રશ્ન હોવાથી ત્યાં
પાંચ મહિના વહેલુ મતદાન થયુ હતુ.
સૌથી પહેલુ મતદાન કિન્નુરમાં
યોજાયુ હતુ. ૨૦૧૬માં આવેલી હિન્દી ફિલ્મ સનમ રેમાં પણ નેગી નાનકડા રોલમાં
ચમક્યા હતા. નેગી પોતે મતદાનના ભારે સમર્થક છે. દરેક ચૂંટણી વખતે તેઓ લોકોને
મતદાન કરવાની ખાસ અપીલ કરે છે.
WIFE HIRAMANI |
તેઓ હાલ તેમના ૯૬ વર્ષીય પત્ની હિરામણી અને
અન્ય પરિવારજનો સાથે રહે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો