સોમવાર, 3 જુલાઈ, 2017

વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ રાજા મહારાજાઓની જેમ નગરચર્ચા કરવા નીકળશે...


એક જમાનમાં લોકોની તકલીફો જાણવા માટે રાજા મહારાજાઓ રાતે વેશપલટો કરીને નગરમાં નીકળતા તેવુ આપણે વાર્તાઓમાં વાંચેલુ છે.વડોદરા કોર્પોરેશન હવે આ વાતનો અમલ કરવા જઈ હ્યુ છે.
વડોદરા મ્યુનિસિપિલ કોર્પોરેશને લોકો ફરિયાદો કરે તે પૂર્વે કોર્પોરેશન જ સમસ્યા શોધીને તેનો ઉકેલ લાવે તેવા સુધારાત્મક પગલાં લેવાનું નક્કી કર્યું છે. જેના અનુસંધાનમાં તા.૧ જુલાઇથી જ વિજિલન્ટ વડોદરા મોબાઇલ એપ લોન્ચ કરી છે. જે કોર્પોરેશનના વર્ગ-૧ ના અધિકારીઓ માટે છે.

''વિજિલન્ટ વડોદરા'' અંતર્ગત કોર્પોરેશનના વર્ગ-૧ ના ૩૦ અધિકારીઓ રોજ રાત્રે ૧૦ વાગ્યે શહેરના તમામ વિસ્તારોમાં ફરશે અને જ્યાં કોઇ સમસ્યા જૂએ તો તે આ મોબાઇલ એપ પર મોકલશે. આ ફરિયાદ કયા વોર્ડની છે. કયા વિસ્તારની છે, રોડ પાણી, ગટર કે લાઇટની છે તે મુજબ વર્ગીકૃત થઇને સંબંધિત અધિકારી સુધી પહોંચી જશે.

વડોદરા કોર્પેરેશન દ્વાર સૌ પ્રથમ વખત અધિકારીઓ અને કર્મચારીઓની ફરિયાદ નિવારણ બાબતે જવાબદારી નક્કી થઇ શકે તે હેતુથી ગ્રિવન્સ એન્ફોર્સમેન્ટ એન્ડ વિલિજન્સ બ્રાંચ કાર્યરત થઇ છે. જેના હેડ તરીકે ડે.મ્યુનિ. કમિશનર (દક્ષિણ ઝોન) પી.એમ. પટેલને જવાબદારી સોંપાઇ છે.

ગઇ તા.૧ જુલાઇ ૨૦૧૬ ના રોજ સફાઇ- કચરા સંદર્ભે 'નિર્માલ્યમ' શરૂ કરાઇ હતી. જ્યારે આ વખતે ' વિજિલન્ટ વડોદરા' શરૂ થઇ છે.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો