શનિવાર, 17 જૂન, 2017

ગાંધીજીએ ૧૯૧૭માં અમદાવાદમાં નેશનલ કોલેજ સ્થાપવા કામગીરી કરેલી...




આશ્રમની સ્થાપના પછી,૧૯૧૭માં મહાત્મા ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમ કોચરબ- પાલડીથી ખસેડીને, સાબરમતીના કાંઠે હાલની જગ્યાએ ખસેડવાનો નિર્ણય કર્યો હતો. એ ઘટનાને ૧૦૦ વર્ષના વહાણાં વાયાં છે. ગાંધીજી, સરદાર સાહેબ, બેરિસ્ટર જીવણલાલ વગેરેએ અમદાવાદમાં એક નેશનલ કૉલેજ સ્થાપવાનું પણ કાર્ય ઉપાડયું હતું એમ કેટલાક અધિકૃત દસ્તાવેજો પરથી જાણવા મળે છે. આ અંગેની કાર્યવાહી અંતે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનામાં પરિણમી હતી.


અભ્યાસુ સંશોધક ડો. રિઝવાન કાદરીના કહેવા પ્રમાણે નેશનલ કૉલેજ અંતે ગૂજરાત વિદ્યાપીઠરૃપે ૧૯૨૦માં અસ્તિત્વમાં આવી હતી. એ રીતે જોવા જઈએ તો ૧૦૦ વર્ષ પહેલાં વિદ્યાપીઠ માટે પાયાનું કામ થયું હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો