શનિવાર, 17 જૂન, 2017

નિર્ધારિત સમયમાં આધાર જમા નહીં થાય તો ખાતું સ્થગિત કરી દેવાશે...


આધાર કાર્ડ ધરાવતી ન હોય તેવી વ્યકિતએ ખાતું ખોલાવવા માટે આધાર નોંધણીની રસીદ રજૂ કરવી પડશે 

સરકારે બેંકમાં ખાતું ખોલાવવા અને ૫૦,૦૦૦ રૃપિયાની લેવડદેવડ કરવા માટે 'આધાર' ફરજિયાત બનાવી દીધો છે. વર્તમાન બેંક ખાતાધારકોને પોતાના ખાતામાં આધાર નંબર જમા કરાવવા માટે ૩૧ ડિસેમ્બર, ૨૦૧૭ સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ તારીખ પછી જો આધાર બેંકમાં જમા કરાવવામાં નહીં આવે તો ખાતામાંથી લેવડદેવડ કરી શકાશે નહીં.

ઉલ્લેખનીય છે કે સરકારે ૨૦૧૭ના બજેટમાં પાન કાર્ડ સાથે આધાર નંબરને જોડવું ફરજિયાત બનાવ્યું છે. નકલી પાન નંબર દ્વારા કરાતી ટેક્સ ચોરીને અટકાવવા માટે પાન નંબર સાથે આધાર નંબર જોડવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો