ચેમ્પિયન્સ ટ્રોફી માટે BCCI એ આજે ટીમ
ઇન્ડિયાની જાહેરાત કરી
ચેમ્પિયન્સ ટ્રોફી માટે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) એ
આજે ટીમ
ઇન્ડિયાની જાહેરાત કરી દીધી
છે. આ
ટીમનો કેપ્ટન હશે કોહલી. ટીમમાં શિખર
ધવન, એમ.એસ.
ધોની, રોહિત શર્મા,
અજિંક્ય રહાણે,
કેદાર જાધવ,
મનીષ પાંડે,
યુવરાજ સિંહ,
હાર્દિક પંડયા,
રવિન્દ્ર જાડેજા,
આર. અશ્વિન,
ઉમેશ યાદવ,
મોહમ્મદ શમી
તેમજ જસપ્રીત બુમરાહનો પણ
સમાવેશ કરવામાં આવ્યો છે.
ઈંગ્લેન્ડમાં આ
વર્ષની પહેલી જૂનથી રમાનાર આઈસીસી પ્રેરિત ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ સ્પર્ધામાં ભારતની ટીમ પણ
ભાગ લેશે.
ભારત આ
સ્પર્ધામાં હાલનું ચેમ્પિયન છે.
ભારતને ગ્રુપ-Bમાં સ્થાન
આપવામાં આવ્યું છે.ગ્રુપ-B માં
પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને
શ્રીલંકાનો સમાવેશ કરવામાં આવ્યો
છે. આ
સિવાય ગ્રુપ-Aની
ચાર ટીમ
છે જેમાં
ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા,
ન્યુ ઝીલેન્ડ અને બાંગ્લાદેશનો સમાવેશ થાય
છે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે
ભારત તેની
પહેલી મેચ 4 જૂને રમશે, જે
પાકિસ્તાન સામેની હશે. એ
મેચ બર્મિંઘમમાં રમાશે, ભારતીય સમય
મુજબ બપોરે
3 વાગ્યે આ મેચ
શરૂ થશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો