મંગળવાર, 18 એપ્રિલ, 2017

સૌની (સૌરાષ્ટ્ર નર્મદા ઇરિગેશન) યોજના


તા. 17 એપ્રિલ, 2017, સોમવાર- 'સૌની' (સૌરાષ્ટ્ર નર્મદા ઇરિગેશન) યોજના અંતર્ગતમાં નર્મદાના વધામણા કરતા જણાવ્યું હતું કે, પાણી એ ગુજરાતની આર્થિક તાકાત છે.

સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજના એટલે કે 'સૌની' યોજના પાછળ કુલ ૧૬,૬૩૮ કરોડ રૃપિયાનો ખર્ચ થશે. ૧,૨૬૩ કિલો મીટરની લંબાઈની ચાર લિંક પાઈપલાઈન દ્વારા આ યોજના પરીપૂર્ણ થશે. જેને કારણે નર્મદાના પૂરનું વહી જતું એક મિલિયન એકર ફીટ પાણી સૌરાષ્ટ્રને મળશે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ૧૧૫ જળાશયોને 'સૌની' હેઠળ આવરી લેવાશે. જેમાં અદાજે ૯.૪૨ લાખ એકરથી વધુ જમીનની હયાત સિંચાઈ સુવિધા બનશે અને પાણીની મુશ્કેલીઓનો કાયમી અંત આવશે. સૌની યોજનાની લીન્ક ૧, , ૩ અને ૪ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના ૧૧૫ જળાશયો ભરાશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો