ભારતના પાયલોટ
પાસે પાકિસ્તાની રુપિયા હોય છે, જાણો પાક કેદમાં રહેલા બીજા ત્રણ પાયલોટોની કહાની
વાયુસેનાના
જાંબાઝ પાયલોટ વિંગ કમાન્ડર અભિનંદનને આજે ભારત મુક્ત કરવાનુ છે.
આ પહેલા ભારતીય વાયુસેનાના પાયલોટ કે
નચિકેતાનુ મિગ 27 કારગીલ યુધ્ધ દરમિયાન 1999માં ક્રેશ થયુ હતુ અને તેઓ પણ
પાકિસ્તાની સેનાના જવાનોના હાથે પકડાયા હતા.આઠ દિવસ બાદ નચિકેતાના છુટકારો થયો
હતો.
નચિકેતા કહે છે કે પાયલોટનુ દિલ
હંમેશા કોકપિટમાં હોય છે.અભિનંદન પાછા આવશે અને બહુ જલ્દી વિમાનની કોકપિટમાં પાછા
ફરશે.2017માં રિટાયર થયેલા નચિકેતા જેવા પેરાશૂટ વડે નીચે ઉતર્યા કે
પાક સેનાના જવાનોએ તેમને મારવાનુ શરુ કરી દીધુ હતુ.એક સિનિયર પાકિસ્તાની ઓફિસરે
જવાનોને સમજાવીને તેમનો જીવ બચાવ્યો હતો.નચિકેતાને તેમની ટ્રેનિંગ પાકિસ્તાનીઓની
વચ્ચે સર્વાઈવ થવા માટે કામમાં આવી હતી.
1971માં એર
કોમોડોર જે એલ ભાર્ગવ પણ પાકિસ્તાનના હાથે પકડાઈ ગયા હતા.તેઓ એક વર્ષ પાકની કેદમાં
રહ્યા હતા.તેઓ કહે છે કે જો લોકોએ અભિનંદનનો ફોટો અને વિડિયો શેર ના કર્યા હોત તો
સાબિત કરવુ મુશ્કેલ થાત કે તે પાકિસ્તાનમાં જીવતા પકડાયા છે.ભાર્ગવ કહે છે કે મને
તેઓ સુવા દેતા નહોતા, મારી પાસે જાણકારી માંગતા હતા.એક વખત
તેમણે મને પૂછ્યુ હતુ કે તમારી સ્કવોડ્રનમાં બેસ્ટ પાયલોટ કોણ છે અને મેં તેમને
કહ્યુ હતુ કે એ તો તમારી સામે બેઠો છે.
ભાગર્વનુ કહેવુ છે કે વાયુસેનાના
પાયલોટ ઉડાન ભરે ત્યારે તેમને સર્વાઈવર કિટ, એક પિસ્ટલ અને પાકિસ્તાની રુપિયા
અપાતા હોય છે.
તેમનુ વિમાન પાંચ ડિસેમ્બરે તોડી
પાડવામાં આવ્યુ હતુ.તેઓ પેરાશૂટથી નીચે ઉતર્યા હતા.પોતાનો જી સુટ( જે વિમાન ઉડાવતી
વખતે પાયલોટ પહેરે છે)ઝાડીમાં સંતા્ડયો હતો.ઘડિયાળ પાકિસ્તાની સમય પ્રમાણે સેટ કરી
હતી.તેઓ 12 કલાક સુધી પાકિસ્તાનીઓની વચ્ચે પોતાની ઓળખ છુપાવવામાં સફળ
રહ્યા હતા.સ્થાનિક લોકોને તેમણે ક્હ્યુ હતુ કે હું પાકિસ્તાની સેનાનો જવાન છું અને
મારુ નામ મન્સૂર અલી છે.કોઈને શક જાય તો ખિસ્સામાં રહેતા પાકિસ્તાની રુપિયા તેઓ
બતાવી દેતા હતા.એક હેડમાસ્ટરને શંકા જતા તેણે ભાર્ગવનુ સરનામુ પુછ્યુ હતુ.ભાર્ગવે
પોતે રાવલપિંડીના રહેવાસી હોવાનુ કહ્યુ હતુ.
હેડમાસ્ટરે ભાર્ગવને કહ્યુ હતું કે
તમે ભારતમાં છો.ભાર્ગવને અંદાજ આવી ગયો હતો કે હેડ માસ્ટર ખાતરી કરવા જુઠ્ઠુ બોલે
છે.ભાર્ગવે કહ્યુ હતુ કે મને પાકિસ્તાન મોકલવામાં આવે.એટલે હેડમાસ્ટરને સંતોષ થયો
હતો.જોકે એક પાકિસ્તાની જવાને મને કલમા પઢવા કહ્યુ હતું .જેના કારણે હું પકડાઈ ગયો
હતો.એ પછી મને પાક સેનાના હવાલે કરી દેવાયો હતો.
એર માર્શલ કરિઅપ્પા પણ 1965ના યુધ્ધ બાદ 4 મહિના પાકની
કેદમાં રહ્યા હતા.તેમણે કહ્યુ હતુ કે, એક અજાણ્યો ડર સતાવતો રહેતો હતો.યુધ્ધ
ચાલુ છે કે ખતમ થઈ ગયુ તેની જાણકારી પણ મને અપાતી નહોતી.મારુ વિમાન યુધ્ધના અંતિમ
દિવસે જ તોડી પડાયુ હતુ અને હું સીધો પાક સેના વચ્ચે જ પડ્યો હતો.
કરિઅપ્પા અભિનંદનના મામલામાં સોશ્યલ
મીડિયાના રોલથી નારાજ છે.તેમના કહેવા પ્રમાણે અભિનંદને પોતે જે માહિતી આપવાની
પાકિસ્તાનને ના પાડી તે મીડિયા અને સોશ્યલ મીડિયામાં લોકોએ સામેથી વાયરલ કરી દીધી
હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો