સુરત બાઇકર્સ કલબના ૩૫ સભ્યો બાઇક પર મુંબઇથી મોસ્કો
જશે
- રશિયા સાથે સંબંધો મજબૂત કરવાના
હેતુથી ૨૩૦૦ કિલોમીટરની રાઇડ કરશે
પોર્ટુગીઝ યાત્રી વાસ્કો ડી ગામાથી પણ ૨૭ વર્ષ પહેલાં
વર્, ૧૪૬૯માંભારત પહોંચેલા રશિયન યાત્રી અફાંસી નિકેતનના પેતૃક ગામ
પહોંચીને સુરતના બાઇકર્સ ભારત રશિયાના સંબંધોને વધુ મજબૂત બનાવશે. રશિયા સૂચના
કેન્દ્ર તરફથી બીજીવાર આયોજિત ઇન્ડો રશિયા ફ્રેન્ડશીપ
ટુર માટે સુરતથી સુરત સુપર બાઇક્સ કલબના ૩૫ સભ્યો શુક્રવારની રાતે મુંબઇથી મોસ્કો
માટે રવાના થશે. આ ટુર પર જવાવાળું આ ભારતનું પહેલું બાઇકર્સ ગુ્પ છે.
સુરત સુપર બાઇકર કલબ ભારતના રશિયન માહિતી કેન્દ્રની
સહાય સાથે ૫૫૦થી વધુ વર્ષ ભારત-રશિયન સંબંધોની પૂર્વસંધ્યા ઉજવણી માટે રશિયાની
બીજા રાઇડમાં જાય છે. મૈત્રી ટુરમાં શામિલ સદસ્યો ૨ જૂને મોસ્કો પહોંચી ૧૨ દિવસની
યાત્રા શરૃ કરશે. યાત્રાનો પહેલો પડાવ મોસ્કોથી ૩૫૦ કિલોમીટર દૂર અફાંસી નિકેતનના
પેતૃક ગામ ડેબોવનોજમાં થશે.
યાત્રામાં સામેલ બધા જ સદસ્યો રશિયાના સાત મોટા
શહેરોમાં ૨૩૦૦ કિલોમીટરનું અંતર બીએમડબલ્યુ મોટરસાયકલ પર પૂરી કરશે. આ દરમિયાન ઘણી જગ્યાઓ પર રાજકીય કાર્યક્રમોનું પણ આયોજન થશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો