શુક્રવાર, 2 ફેબ્રુઆરી, 2018

વડાપ્રધાન નરેન્દ્ર મોદી Khelo India School Gamesની શરૂઆત કરી



વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઇનડોર સ્ટેડિયમ ખાતે Khelo India School Games (KISG)  નુ ઉદઘાટન કર્યુ હતુ.


ભારતની યુવા રમતગમત પ્રતિભાને પ્રકાશિત કરવા અને ભારતની સ્પોર્ટ્સ ક્ષમતા દર્શાવવા માટે ખેલો ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત પ્રથમ KISGનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં 16 શાખાઓમાં under-17 વર્ષની વયની રમતો યોજવામાં આવી હતી. 29 રાજ્યો અને સાત કેન્દ્રશાસિત પ્રદેશોના 5,000 સ્કૂલના બાળકો 31 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી, 2018 સુધી મેગા સ્પોર્ટસ ઇવેન્ટમાં ભાગ લેશે. પ્રથમ KISGમાં કુલ 199 ગોલ્ડ મેડલ્સ, 199 ચાંદી મેડલ અને 275 બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો