ઇન્ડિયન ઓપન બોક્સિંગમાં મેરી કોમે ગોલ્ડ મેડલ જીત્યો
- ભારતનો મેન્સ વિભાગમાં મિશ્ર દેખાવ
- આસામની બે બોક્સરો ચેમ્પિયન
ઇન્ડિયન ઓપન
બોક્સિંગ ટુર્નામેન્ટમાં લેજન્ડરી મહિલા બોક્સર મેરીકોમે ભારતનેમાટે ગોલ્ડ મેડલ
જીત્યો હતો.
મેરી કોમે ૪૮
કિલોગ્રામ વર્ગમાં ફિલિપાઇન્સની જોસે ગાબુકોને ૪-૧થીપરાસ્ત કરીને ગોલ્ડન સફળતા
પ્રાપ્ત કરી હતી.
૬૪ કિલોના
વર્ગમાં મહિલા બોકસર ભારતની પવીલાઓ બાસુમાતરીએ પણ ગોલ્ડ મેડલ જીતતા થાઈલેન્ડની
સીસોન્દીને ૩-૨થી હરાવી હતી. પવીલાઓ ભૂતપૂર્વ વર્લ્ડ અને એશિયન બ્રોન્ઝ મેડલિસ્ટ
છે. આસામની આ બોક્સરે ૨૦૧૫માં સર્બિયામાં આયોજીત નેશન્સ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો
હતો. આસામની જ લોવલીના બોરગોહાઇને વેલ્ટરવેઇટ(૬૯ કિગ્રા)માં ગોલ્ડ મેડલ જીત્યો
હતો. જ્યારે પિંકી જાન્ગરાએ ૫૧ કિગ્રા વજન વર્ગમાં અને મનીષાએ ૫૪ કિગ્રા વજન
વર્ગમાં ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. જ્યારે ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સરિતા દેવીએ (૬૦
કિ.ગ્રા.) સિલ્વર મેડલ મેળવ્યો હતો. મેન્સમાં સંજીતે (૯૧ કિ.ગ્રા.) ઉઝબેકના
કુર્સુનોને ૩-૨થી જ્યારે ભારતના મનિષ કૌશિક કે જેવો અપસેટ સર્જતા ગઇકાલે
સેમિફાઈનલમાં શિવા થાપાને હરાવ્યો હતો. તેને મોંગોલીયાના ફાઈનલિસ્ટે ઇજાગ્રસ્ત હોઈ
વોકઓવર આપતા ગોલ્ડ જીત્યો હતો. જો કે સતિષ કુમાર, દિનેશ ડાગર, દેવાંશુ જયસ્વાલને સિલ્વરથી સંતુષ્ટ રહેવું પડયું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો