સોમવાર, 5 ફેબ્રુઆરી, 2018


ભારત અંડર-૧૯ વર્લ્ડ કપમાં ચેમ્પિયન, ઓસ્ટ્રેલિયાને હરાવ્યું


- ભારત ચાર વખત અંડર-૧૯ વર્લ્ડ કપ જીતનારો વિશ્વનો પ્રથમ દેશ
- મનજોત કાલરાની અણનમ ૧૦૧ રનની વિજયી સદી : પ્રત્યેક ખેલાડીને રૃા. ૩૦-૩૦ લાખ, દ્રવિડને રૃા. ૫૦ લાખનું
સૌરાષ્ટ્રના હરવિક દેસાઈના અણનમ ૪૭.

કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન પૃથ્વી શૉની આગેવાની હેઠળની ભારતની યુવા ક્રિકેટ  ટીમે બોલરોના અસરકારક દેખાવ બાદ મનજોત કાલરાની અણનમ ૧૦૧ રનની ઈનિંગની મદદથી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને અંડર-૧૯ વર્લ્ડ કપ જીતી લીધો હતો. ભારતે  આ સાથે ચોથી વખત અંડર-૧૯ વર્લ્ડ કપ જીતીને ઈતિહાસમાં સૌથી વધુ વખત જુનિયર વર્લ્ડ કપ જીતવાનો અદ્વિતિય કિર્તિમાન સ્થાપિત કર્યો હતો.

આખી ટુર્નામેન્ટમાં તમામ મેચોમાં એકતરફી જીત મેળવતાં વર્લ્ડ ચેમ્પિયન બનેલી અંડર-૧૯ ક્રિકેટ ટીમના પ્રત્યેક ખેલાડીઓને રૃપિયા ૩૦-૩૦ લાખનું અને કોચ દ્રવિડને રૃપિયા ૫૦ લાખનું રોકડ ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે અન્ય સપોર્ટ સ્ટાફને રૃપિયા ૨૦-૨૦ લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતુ.

યુવા ઓપનર મનજોત કાલરાએ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. 

જ્યારે શુભમન ગીલ મેન ઓફ ધ સિરિઝ જાહેર થયો હતો. 

વર્લ્ડ કપ અંડર-૧૯ના પ્રારંભ સાથે જ ટાઈટલ જીતવા માટે હોટફેવરિટ મનાતી ભારતના યુવા ક્રિકેટરોની ટીમે વર્લ્ડ ચેમ્પિયન બનીને રેકોર્ડબુકમાં સ્થાન પ્રાપ્ત કરી લીધું હતુ. ભારત છેલ્લે ૨૦૧૨માં ઉન્મુક્ત ચંદની આગેવાનીમાં વર્લ્ડકપ જીત્યુ હતુ. 

જોકે દ્રવિડે હિંમત હારી નહતી અને ફરી જબરજસ્ત ટીમ તૈયાર કરતાં ટીમ ઈન્ડિયાને અંડર-૧૯માં વર્લ્ડ ચેમ્પિયન બનાવીને નવો ઈતિહાસ રચી દીધો હતો. ભારતીય ટીમની સફળતામાં કેપ્ટન પૃથ્વી શૉની સાથે સાથે શુભમન ગીલ, મનજોત કાલરા, હરવિક દેસાઈ, અનુપમ રોય, કમલેશ નગરકોટી, શિવમ માવી, રિયાન પરાગ, અભિષેક શર્મા, શિવા સિંઘ તેમજ ઈશાન પોરલ જેવા ખેલાડીઓએ પાયાની ભૂમિકા ભજવી હતી.

ભારતના અંડર-૧૯ વર્લ્ડ કપમાં વિશ્વવિજય

વર્ષ 
      
ફાઈનલનું પરિણામ

૨૦૦૦

શ્રીલંકાને ૬ વિકેટે હરાવ્યું

૨૦૦૮

સા.આ.ને ૧૨ રને હરાવ્યું

૨૦૧૨

ઓસ્ટ્રેલિયાને ૬ વિકેટથી હરાવ્યું

૨૦૧૮

ઓસ્ટ્રેલિયાને ૮ વિકેટથી હરાવ્યું




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો