સબમરીન ‘કરંજ’ આજે સમુદ્રમાં ઉતારાશે, વધશે ભારતની તાકાત
સ્કોર્પિયન ક્લાસની ત્રીજી
સબમરીન કરંજ આજે મુંબઈના મઝગાંવના ડોક શિપબિલ્ડર્સ લિમિટેડમાં લોન્ચ
કરવામાં આવશે. પ્રોજેક્ટ 75 પોગ્રામ અંતર્ગત એમડીએલ દ્વારા બનાવવામાં
આવેલી 6 સબમરીનમાંથી આ ત્રીજી છે. આ કેટેગરીની પહેલી સબમરીન
આઈએનએસ કલવરી ગત વર્ષે 14 ડિસેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવી
હતી.
તો બીજી સબમરીન ખાંદેરી
પણ લોન્ચ થઈ ગઈ છે, જેનુ સમુદ્રમાં ટ્રાયલ લેવામાં આવી રહ્યું છે.
સ્કોર્પિયન સબમરીન ઈન્ડિયન નેવી માટે પ્રાથમિક જરૂરિયાતોમાંથી એક છે. તેની
જરૂરિયાત એવા સમયે વધી જાય છે, જ્યારે ચીનની નૌસેના હિન્દ
મહાસાગરમાં પોતાની હાજરી વધારી રહી છે. કરંજના લોન્ચિંગ પ્રસંગે નેવી ચીફ એડમિરલ
સુનિલ લાંબા ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો