આજે ચંદ્રગ્રહણ: ભારતમાં ૧૫૨ વર્ષ બાદ ગ્રહણમાં ચંદ્ર
બ્લ્યુ રંગનો દેખાશે
વિક્રમ સંવત ૨૦૭૪નું સૌપ્રથમ ચંદ્રગ્રહણ આજે - ૩૧ જાન્યુઆરીના છે. આ
ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવવાનું હોવાથી તેને ધાર્મિક રીતે પાળવાનું રહેશે. ગ્રહણ
વેધનો પ્રારંભ સવારે ૮:૧૮થી
થશે. ગ્રહણ સ્પર્શ સાંજે ૫:૧૭ના, ગ્રહણ સંમિલન સાંજે ૬:૨૧ના, ગ્રહણ મધ્ય સાંજે ૬:૫૯ના ગ્રહણ ઉન્મિલન સાંજે ૭:૩૮ના અને ગ્રહણ મોક્ષ રાત્રે ૮:૪૧ના છે.
આ વખતે ૧૭૬ વર્ષ બાદ પુષ્ય નક્ષત્ર અને ચંદ્ર ગ્રહણનો વિશેષ યોગ સર્જાયો
છે. ઘણા લાંબા સમય બાદ સુપર મૂનની સ્થિતિ ઊભી થઇ રહી છે. આગામી દિવસોમાં ચંદ્ર
સામાન્ય દિવસો કરતાં મોટો દેખાશે. ૧૫૨ વર્ષ બાદ એવું ગ્રહણ થવા જઇ રહ્યું છે જેમાં
ગ્રહણમાં ચંદ્ર બ્લ્યુ રંગનો દેખાશે.
વૈજ્ઞાાનિકોનો દાવો છે કે આ દિવસે ચંદ્ર ખૂબ જ ચમકદાર હશે. આ નજારો ખૂબ જ
અદ્ભૂત હશે, જેમાં ચંદ્રનો
નીચનો હિસ્સો ઉપર કરતા વધુ ચમકદાર જોવા મળશે. જાણકારો પાસેથી પ્રાપ્ત માહિતી
અનુસાર છેલ્લે ૧૮૬૬માં ચંદ્રગ્રહણ દરમિયાન બ્લ્યુ મૂન જોવા મળ્યો હતો. હવે ૩૧
ડિસેમ્બર ૨૦૨૮ના થનારા ચંદ્રગ્રહણમાં બ્લ્યૂ મૂન જોવા મળશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો