મંગળવાર, 30 જાન્યુઆરી, 2018


આજે શહીદ દિન નિમિત્તે ગુજરાત સહિત દેશભરમાં બે મિનિટનું મૌન


-શહીદવીરો પ્રત્યેનું ઋણ અદા કરાશે
-સવારે ૧૦-૫૯થી ૧૧ વાગ્યા સુધી સાયરન વગાડાશે:આકાશવાણીના કાર્યક્રમો પણ અટકશે
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જેતે શહીદવીરોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા શહિદોની સ્મૃતિમાં ૩૦મી જાન્યુઆરીના રોજ સવારે ૧૧ વાગ્યે બે મિનિટનું મૌન પાળવામાં આવશે. આ રીતે સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદવીરોનું ઋણ અદા કરાશે. ગુજરાત સરકાર દ્વારા આજે કામકાજની અને વાહન વ્યવહારની ગત બે મિનિટ સુધી બંધ રાખવાની અપીલ કરી છે.

આજે મંગળવારે સવારે ૧૦-૫૦થી ૧૧ વાગ્યા સુધી સાયરન વગાડાશે સાયરન બંધ થાય કે તુરંત જ્યાં કાર્ય કરતા હોય તેવા બધા જ સ્થળોએ પોતાની જગ્યાએ ઉભા રહીને મૌન પળાશે. શક્ય હોય ત્યાં વર્કશોપ- કારખાના અને કચેરીઓનું કામકાજ બંધ રાખવામાં આવશે. આકાશવાણી પણ બે મિનિટ પોતાના કાર્યક્રમો બંધ રહેશે.

રસ્તા પરના વાહન વ્યવહાર શક્ય હોય ત્યાં સુધી પોતે તે જોવાની અપીલ કરાઈ છે ઉપરાંત સવારે ૧૧ વાગ્યે ઉપડતી ટ્રેનો તથા વિમાનોને તેમના મથકે બે મિનિટ માટે થોભાવવામાં આવે તવું કહ્યું છે. મૌનનો સમય પૂરો થયા બાદ સવારે ૧૧-૦૨થી ૧૧-૦૩ વાગ્યા સુધી ફરીથી સાયરન વગાડાશે ત્યારે લોકોએ પોતાનું કામ ફરીથી શરુ કરી દેવું. ગાંધીનગરમાં સચિવાલય, સરકીટ હાઉસ, પ્રેસ, વિધાનસભા, પાટનગર યોજના ભવન ખાતે સાયરન વગાડાશે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો