શુક્રવાર, 19 જાન્યુઆરી, 2018

'અગ્નિ-૫'નું પાંચમું સફળ પરીક્ષણ, ૧૯ મિનિટમાં ૪૯૦૦ કિલોમીટરનું અંતર કાપ્યું

- અગ્નિ-૫ પરમાણુ શસ્ત્ર લઈ જવા સક્ષમ મિસાઈલ , જગતનું સૌથી ઘાતક શસ્ત્ર

- પાંચ પરીક્ષણમાં સફળતા પછી મિસાઈલ સ્ટ્રેટેજીક કમાન્ડ ફોર્સમાં સામેલ કરવાનો માર્ગ મોકળો

મિસાઈલ સર્જનમાં તમિલનાડુનું વિશેષ પ્રદાન,

ભારતે આજે પાંચમી વખત પરમાણુ સક્ષમ મિસાઈલ અગ્નિ-૫નું સફળ પરીક્ષણ કર્યું હતું. ઓડિસ્સાના બાલાસોર ખાતે આવેલા અબ્દુલ કલામ ટાપુના મિસાઈલ ટેસ્ટ મથકેથી આ લોન્ચિંગ કરવામાં આવ્યુ હતું. સવારે ૯:૫૪ મિનિટે મોબાઈલ લોન્ચિંગ પ્લેટફોર્મ પરથી અગ્નિ-૫ને ફાયર કરવામાં આવ્યું હતું. પરીક્ષણ દરમિયાન ૧૯ મિનિટમાં જ મિસાઈલે ૪૯૦૦ કિલોમીટરનું અંતર કાપી બતાવ્યું હતું. અગ્નિ-૫ની રેન્જ ૫ હજાર કિલોમીટર છે અને તે પરમાણુ શસ્ત્ર વહન કરી શકે છે. જગતના સૌથી ઘાતક શસ્ત્રોમાં અગ્નિ-૫નો સમાવેશ કરવામાં આવે છે. અગ્નિ-૫ કલાકના ૨૮ હજાર કિલોમીટરની ઝડપે પ્રહાર કરી શકે છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો