કિર્તી સ્તંભની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ: આજે સંજાણ-ડે ઉજવાશે
ઉમરગામ
તાલુકાના સંજાણ ખાતે પારસીઓના જાજરમાન ઈતિહાસની ધરોહર સમા કિર્તી સ્તંભની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થતાં આવતીકાલે
સુવર્ણ જયંતિ નિમિત્તે સંજાણ-ડેની ઉજવણી કરવામાં આવશે.
1300 વર્ષ અગાઉ
ઉમરગામ તાલુકાના સંજાણ બંદરે પારસી સમાજના લોકો ઉતર્યા હતા. તે સમયના રાજા
જાદીરાણાએ પારસીઓને આશરો આપ્યા બાદ સમાજના લોકો દૂધમાં સાકર ભળે તે રીતે લોકો સાથે
ભળી ગયા હતા.
પારસી સમાજના
આગેવાનોએ સમાજના જાજરમાન ઈતિહાસની ધરોહરને જીવંત રાખવા સંજાણ ખાતે 1917માં કિર્તી સ્તંભની સ્થાપના કરી હતી. સન 1920માં
કિર્તી સ્તંભને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સમાજની ધરોહર સમા કિર્તી સ્તંભની
સ્થાપનાના આવતીકાલે 100 વર્ષ પૂર્ણ થશે. આવતીકાલે પારસી સમાજ
દ્વારા સંજાણ-ડેની ઉજવણી કરવામાં આવશે. પૂજા-અર્ચના અને સાંસ્કૃતિક કાર્યક્રમનું
આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરના પારસીઓ ઉમટી પડશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો