બુધવાર, 11 ઑક્ટોબર, 2017

અયોધ્યામાં સરયૂકિનારે રામની ૩૮૦ ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપવાનો યોગીની જાહેરાત


- 'રામમંદિર' કયારે બનશે તેની ચર્ચા વચ્ચે

- કેન્દ્રીય પર્યાવરણ વિભાગની મંજૂરી બાદ પ્રતિભા સ્થપાશે: અયોધ્યામાં દિવાળીની ઉજવણીમાં અનેક ભવ્ય

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથે સરયુ નદીના કિનારે ભગવાન રામની મહાકાય પ્રતિમા સ્થાપવાની જાહેરાત કરી હતી. આ પ્રતિમા ૧૦૦ મીટર જેટલી ઊંચી હશે તેવો અંદાજ વ્યકત કરાયો છે. આ વર્ષે દિવાળીની ઉજવણીમાં આદિત્ય સરકાર અયોધ્યામાં ૧.૭૧ લાખ દિપક પ્રગટાવી રોશની કરશે.


ઉત્તરપ્રદેશના ટુરિઝમ સેક્રેટરીએ જણાવ્યું હતું કે પર્યાવરણ વિભાગની મંજૂરી મળ્યા બાદ રામની પ્રતિમા ઉભી કરાશે. દરમિયાન અયોધ્યામાં ઓકટોબરની ૧૮મીથી દિવાળીની ઉજવણીમાં અનેક કાર્યક્રમો યોજાશે. 'રામ કી પેડી' ખાતે ૧.૭૧ લાખ દીવડા પ્રગટાવાશે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો