એન્જિનિયરિંગના પિતા એમ.
વિશ્વેસરૈયાના માનમાં 15 સપ્ટેમ્બરે ઉજવાય છે એન્જિનિયર ડે
એમ. વિશ્વેસરૈયાના જન્મદિવસના
માનમાં દર વર્ષે 15 સપ્ટેમ્બરના દિવસે એન્જિનિયર ડે ડે ઉજવવામાં આવે
છે એમ. વિશ્વસરૈયાએ કાવેરી નદી ઉપર એશિયાનો સૌથી મોટો ડેમ બંધાવ્યો હતો.
તેમનું પુર નામ એન્જિનિયર ડો.
મોક્સગુડંમ વિશ્વેસરૈયા હતુ. તેમની યાદમાં દર વર્ષે ભારતમાં 15 સપ્ટેમ્બરને
એન્જિનિયર ડે તરીકે ઉજવવામાં આવે છે.
15 સપ્ટેમ્બર 1861માં
એટલે કે, આજથી 155 વર્ષ પહેલા તેમનો
જન્મ થયો હતો. જ્યારે કર્ણાટક મૈસુર રાજ્ય હતુ ત્યારે શ્રી નિવાસ શાસ્ત્રીને ઘરે
એમ. વિશ્વેસરૈયાનો જન્મ થયો હતો.
મદ્રાસ યુનિવર્સિટીમાંથી 1881માં
તેમણે બી.એ કર્યુ હતુ. તેમણે પુનાની કોલેજમાંથી એન્જિનિયરની ડિગ્રી મેળવી હતી.
પી ડબલ્યુડીમાં નોકરી શરૂ કર્યા
પછી તેમણે પાણી પુરવઠા વિભાગમાં કામ કર્યુ હતુ જે દરમિયાન ડેક્કન વિસ્તારમાં
પાણીની નહેરોનું નેટવર્ક તૈયાર કર્યુ હતુ. જે આજે પણ દક્ષિણ ભારતમાં પાણી પૂરુ
પાડે છે.
મૈસુર રાજ્યના ઉત્તમોત્તમ બાંધકામો
તેમણે કર્યા હોવાને કારણે તેમને આધુનિક મૈસુરના પિતા કહેવામાં આવે છે.
કાવેરી નદી અત્યારે તેના પાણીને
કારણે ચર્ચામાં છે. એ નદી કૃષ્ણા સાગર ડેમ તૈયાર કરી એ વખતે વિશ્વેસરૈયાએ એશિયાનો
સૌથી મોટો ડેમ તૈયાર કર્યો હતો જેમાં 50 અબજ ઘન ફીટ પાણીનો સંગ્રહ કરી શકાય
છે.
તેમને મળેલા સન્માન
- 1955માં ભારતનું સર્વોચ્ચ સન્માન
ભારતરત્ન તેમને આપવામાં આવ્યુ હતુ.
- લડંનની સિવિલ એન્જિનિયરિંગ સોસાયટીએ તેમને
માનદ મેમ્બરશિપ આપી હતી.
-
12 એપ્રિલ 1962માં આ મહાન હસ્તી આપણને
છોડીને પરમની શોધમાં નીકળી પડી એ વખતે તેમનું નીધન થયુ.
- 1915માં તેમને દિવાન
ઓફ મૈસૂરનો ખિતાબ મળ્યો, વિશ્વૈસરૈયાને નાઈટ કમાન્ડર ઓફ ધ
ઈન્ડિયન એમ્પાયર મેડલ પણ મેળવ્યુ હતુ.
-તેમને ડોક્ટરેટની માનદ પદવીઓ પણ
મળી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો