શુક્રવાર, 15 સપ્ટેમ્બર, 2017

દેવદાસ, પરિણિતા અને ચારિત્રહિન જેવી કૃતિઓના રચેદા શરદબાબુનો આજે જન્મ દિવસ


બંગાળી ભાષાના પ્રિસધ્ધ ઉપન્યાસકાર શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયને ભાગ્યે જ કોઈ સાહિત્ય રસિક નહી ઓળખતો હોય. દેવાદાસ, પરિણિતા અને ચારિત્રહિન જેવી કૃતીઓના રચેયા શરદબાબુનો આજે જન્મ દિવસ છે. 15 સપ્ટેમ્બર 1876માં હુગલી જિલ્લાના દેવાન્દપુર ગામમાં જન્મેલા શરદબાબુના ઉપન્યાસના ઘણી ભાષાઓમાં અનુવાદ થયા છે.

જો કે શરદબાબુ બચપણથી જ તૌફાની અને થોડાક અલગારી સ્વભાવના હતા. નાનપણમાં પણ વાંચવા- લખવાનું છોડીને ફરવા ઉપડી જતા. જ્યારે પાછા ફરતા ત્યારે તેમને ખૂબ માર પડતો.

પછી તો એક બાદ એક ઉપન્યા સ છપતા ગયા ' પંડિત મોશાય', 'બૈકુંઠેર બિલ', ' ભેજ દીદી', 'દર્પચૂર્ણ', 'શ્રીકાંત', 'આરક્ષણયા', નિષ્કૃતિ, 'મામલાર ફલ', 'ગૃહદાહ', 'શેષ પ્રશ્ન', 'દત્તા', 'દેવદાસ', 'બ્રાહ્મન કી લડકી', 'પંથેર દાબી' વગેરે ઉપન્યાસ છપાયા. જેમ પદ્યમાં રવિન્દ્રનાથ ઠાકુર છવાયેલા હતા તેમ ઉપન્યાસમાં શરદબાબુ છવાયેલા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો