ધોનીનો વર્લ્ડરેકોર્ડ : વન-ડેમાં ૧૦૦
સ્ટમ્પિંગ પૂરા કરનારો પ્રથમ કીપર
મહેન્દ્રસિંહ ધોનીએ હવે વધુ એક રેકોર્ડ
પોતાને નામે કરી લીધો છે. શ્રીલંકા સામેની પાંચમી વન-ડે દરમિયાન ચાહલની બોલિંગમાં
ધોનીએ ધનંજયાને સ્ટમ્પ આઉટ કર્યો હતો. આ સાથે જ ધોનીએ વન-ડે ક્રિકેટમાં ૧૦૦
સ્ટમ્પિંગ પૂરા કર્યા છે. વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં ધોની ૧૦૦ સ્ટમ્પિંગ પૂરા
કરનારો સૌપ્રથમ વિકેટકપર બની ગયો છે.
સૌપ્રથમ ૧૦૦ સ્ટમ્પિંગ પૂરા કરવાનો
રેકોર્ડ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં જ્હોન હેમન્ડ, લિસ્ટ એમાં સ્ટિવ રોડ્સને નામે છે. આમ, આ એલિટ ક્લબમાં
હવે ધોની પણ સામેલ થઇ ગયો છે. ધોનીએ તેની ૩૦૧મી વન-ડેની ૨૯૬મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ
હાંસલ કરી છે.
વન-ડેમાં સૌથી વધુ
સ્ટમ્પિંગ
વિકેટકીપર
|
ઇનિંગ્સ
|
સ્ટ.
|
કેચ
|
એમએસ ધોની
|
૨૯૬
|
૧૦૦
|
૨૮૩
|
કુમાર સંગાકારા
|
૩૫૩
|
૯૯
|
૩૮૩
|
રોમેશ કાલુવિથર્ના
|
૧૮૫
|
૭૫
|
૧૩૧
|
મોઇનખાન
|
૨૦૯
|
૭૩
|
૨૧૪
|
એડમ ગિલક્રિસ્ટ
|
૨૮૧
|
૫૫
|
૪૧૭
|
નયન મોંગિયા
|
૧૩૯
|
૪૪
|
૧૧૦
|
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો