ગુરુવાર, 13 એપ્રિલ, 2017

સુરતમાં તા.૧૬ અને ૧૭ ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઉમળકારભેર સ્વાગત કરવા એકથી એક ચઢિયાતા આયોજનો થઇ રહ્યાં છે.


સુરત જેના માટે સૌથી વધુ જાણીતું છે એવા ટેક્ષ્ટાઇલ ઉદ્યોગના સહકારથી દિશા ફાઉન્ડેશન દ્વારા વડાપ્રધાનના સ્વાગત માટે સળંગ ૧૨ કિલોમીટર લાંબી સાડી પ્રિન્ટ કરાવાઇ છે. જેને ગૌરવ પથ ઉપર બાંધવાનું શરૂ કરાયું છે. ૧૨ કિલોમીટર લાંબી આ સાડીને પગલે શહેરનું નામ ફરી એકવખત રાષ્ટ્રીય કક્ષાએ ચમકવા જઇ રહ્યું છે. રેકોર્ડસ બુકમાં સોનરી અક્ષરે નોંધ લેવા આ માટે લિમ્કા બુકની ટીમ સુરત આવી પહોંચી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો