Children's
Day: 14 નવેમ્બરે જ શા માટે ઉજવાય છે બાળદિવસ, જાણો ઈતિહાસ
પંડિત જવાહર લાલ નેહરુનો
જન્મ 14 નવેમ્બરે થયો હતો. દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત નહેરુના જન્મદિવસની
ઉજવણી દેશભરમાં બાળદિવસ તરીકે થાય છે. પંડિત નહેરુને બાળકો પ્રિય હતા અને બાળકો પણ
તેમને 'ચાચા નહેરુ' ઉપનામથી સંબોધિત કરતા. પંડિત નહેરુ કહેતા કે બાળકો જ દેશનું
ભવિષ્ય છે તેથી તેમને પ્રેમ આપવો અને તેમની સંભાળ કરવી જરૂરી છે. બાળદિવસની
ઉજવણીના ભાગરુપે શાળામાં પણ અનેક રંગારંગ કાર્યક્રમો રાખવામાં આવે છે. વિવિધ સ્પર્ધાઓનું
આયોજન આ દિવસે કરવામાં આવે છે.
ભારતમાં દર વર્ષે 14
નવેમ્બરના રોજ બાળ દિવસની ઉજવણી થાય છે. 27 મે 1964ના રોજ પંડિત જવાહરલાલ નહેરુના
નિધન બાદ બાળકો પ્રત્યે તેમનો પ્રેમ જોયા પછી સર્વસમ્મતિથી નિર્ણય કરવામાં આવ્યો
કે તેમના જન્મદિવસને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે.
બાળ દિવસની ઉજવણી દેશમાં
1925થી થવા લાગી હતી. પરંતુ યૂએનએ 20 નવેમ્બર 1954ના રોજ બાળ દિવસની ઘોષણા કરી
હતી. અલગ અલગ દેશોમાં બાળ દિવસ અલગ અલગ તારીખે ઉજવવામાં આવે છે. પરંતુ ભારતમાં 14
નવેમ્બરે જ બાળ દિવસ વર્ષોથી ઉજવાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો