દેશના પહેલા ઇનલેંડ વોટર વે ટર્મિનલનું વારાણસીમાં લોકાપર્ણ
-મોદીની વારાણસીને લહાણી,
૨૪૧૩ કરોડના પ્રોજેક્ટને ખુલ્લા મુક્યા
-૧૫૦૦ કરોડના ખર્ચે તૈયાર
બે મોટા રોડનું ઉદઘાટન કર્યું, કોલકાતાથી આવેલા કંટેનરનું મોદીએ સ્વાગત કર્યું
મોદીએ વારાણસીને ૨૪૧૩ કરોડ રૃપિયાની ભેટ આપી છે જે દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે આજનો દિવસ ઐતિહાસિક છે.
મોદીએ ગંગા પર બનેલા મલ્ડી મોડલ ટર્મિનલનું ઉદઘાટન કર્યું હતું. આ દરમિયાન મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરી પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ કાશીને ૨૪૧૩ કરોડ રૃપિયાની લહાણી કરતી યોજનાઓ આપી હતી.
મોદીએ આ સાથે જ બે રોડનું પણ ઉદઘાટન
કર્યું હતું, જે આશરે ૩૪ કિમી સુધી બનાવવામાં આવ્યો છે. અને બાંધકામ પાછળ ૧૫૭૧.૯૫ કરોડ
રૃપિયાનો ખર્ચ કરવામા આવ્યો છે. ૧૬.૫૫ કિમી લાંબા વારાણસી રિંગ રોડ ફેઝ-૧ને બનાવવા
પાછળ ૭૫૯.૩૬ કરોડ રૃપિયાનો ખર્ચ થયો હતો. જ્યારે બાપતપુર-વારાણસીના ૧૭ કિમી લાંબા
રોડને બનાવવા પાછળ ૮૧૨ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
આ રોડની મદદથી બૌદ્ધીષ્ઠ યાત્રાળુઓ માટે
મહત્વના સ્થળ સર્નાથ જવામાં સરળતા રહેશે. જ્યારે વારાણસીમાં ૪૨૫ કરોડના ખર્ચે
સેવેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અને ૭૨.૯૧ કરોડના ખર્ચે રામનગરમાં વધુ એક
પ્રોેજેક્ટના નીર્માણનું ઉદઘાટન કર્યું હતું. દરમિયાન મોદીએ દાવો કર્યો હતો કે
ગંગા નદીના કિનારે આવેલા ગામડાઓ જાહેરમાં શૌચાલયથી મુક્ત થઇ ગયા છે અને દરેક પાસે
હવે ટોઇલેટ છે. મોદીએ આશરે ૧૦ જેટલી યોજનાઓને ખુલ્લી મુકી હતી જ્યારે ૧૦ યોજનાઓનો
પાયો નાખ્યો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો