Saturday, 3 February 2018


કોહલીનો અનોખો રેકોર્ડ : ટોચનાં ૧૦માંથી ૯ દેશોમાં વનડે સદી


- સચિન તેંડુલકર અને જયાસુર્યાના રેકોર્ડની બરોબરી કરી
- કોહલી જે દેશમાં રમ્યો છે, તે તમામમાં તેણે વન ડે સદી ફટકારી છે
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામે ડરબનમાં ગઈકાલે રમાયેલી શ્રેણીની પ્રથમ વન ડેમાં કારકિર્દીની ૩૩મી સદી ફટકારવાની સાથે નવો કિર્તિમાન સ્થાપિત કર્યો છે. કોહલી તેની કારકિર્દીમાં જે દેશમાં રમ્યો છે, તેની ભૂમિ પર તેણે વન ડે ક્રિકેટમાં સદી ફટકારી છે. આ સાથે તેણે આઇસીસીના પ્રથમ પૂર્ણકાલીન સભ્ય એવા ૧૦ દેશોમાંથી નવમાં સદી ફટકારવાના લેજન્ડરી બેટ્સમેન સચિન તેંડુલકર અને શ્રીલંકાના સનથ જયાસુર્યાના રેકોર્ડની બરોબરી કરી લીધી છે. નોંધપાત્ર છે કે, કોહલી તેની કારકિર્દીમાં પાકિસ્તાનની ભૂમિ પર રમી શક્યો નથી અને આ એક જ દેશ એવો છે કે જ્યાં તેની વન ડે સદી નથી. આ સિવાય તેણે ટોચના ૯ દેશોમાં વન ડે સદી ફટકારી હતી. સચિન તેંડુલકર તેની કારકિર્દીમાં વેસ્ટ ઈન્ડિઝની ભૂમિ પર વન ડે સદી ફટકારી શક્યો નહતો. જ્યારે જયાસુર્યા ઝિમ્બાબ્વેની ભૂમિ પર વન ડે સદી ફટકારી શક્યો નહતો.

રનચેઝમાં કોહલીની ૨૦મી સદી  ભારત ૧૮મી મેચ જીત્યું.

વન ડે ક્રિકેટમાં રનચેઝના એક્સપર્ટ તરીકેની ઓળખ ધરાવતા ભારતીય કેપ્ટન કોહલીએ કારકિર્દીની ૩૩મી સદી ફટકારી હતી. જ્યારે રનચેઝ કરતાં તેણે ફટકારેલી આ ૨૦મી સદી હતી. રનચેઝમાં કોહલીની સદી થઈ હોય અને ભારત જીત્યું હોય તેવી આ ૧૮મી ઘટના નોધાઈ હતી.

કોહલીની કયા દેશમાં કેટલી વન ડે સદી?

દેશ
ઈનિંગ
સદી
ભારત
૭૬
૧૪
બાંગ્લાદેશ
૧૫
૦૫
ઓસ્ટ્રેલિયા
૨૩
૦૪
શ્રીલંકા
૨૩
૦૪
વિન્ડિઝ
૧૫
૦૨
ઈંગ્લેન્ડ
૧૯
૦૧
ન્યુઝીલેન્ડ
૦૭
૦૧
ઝિમ્બાબ્વે
૦૭
૦૧
સા.આફ્રિકા
૧૦
૦૧
કુલ
૧૯૫
૩૩

No comments:

Post a Comment