ગુજરાતના જાણીતા ગોલ્ફર સિધ્ધાર્થ નાયકનું નિધન …
૪૨ વર્ષના ખેલાડીને કેન્સરની
બીમારી હતી
ત્રણ રેકોર્ડ સૂર્યોદયથી
સૂર્યાસ્ત સુધી રમવાનાં ધરાવતા હતા : રાજ્યના એક માત્ર માન્ય રેફરી હતા ગોલ્ફ ઈન
સ્કુલ, કેડી ગોલ્ફ લીગની સ્થાપના કરી હતી
રાજ્યના જાણીતા ગોલ્ફ ખેલાડી કે જેણે ગુજરાતમાં શાળા-કોલેજથી માંડી કોર્પોરેટ
અને કલબોમાં ગોલ્ફની રમતનો અસાધારણ પ્રચાર કર્યો હતો તેવા સિધ્ધાર્થ નાયકનું
કેન્સરની બીમારી બાદ ૪૨ વર્ષની વયે નિધન થયું હતું. બે વર્ષ અગાઉ કેન્સરની
બીમારીનું નિદાન થયું તે પછી પણ છેક સુધી તેઓ ગોલ્ફની રમત અને તેના પ્રચાર માટે
કાર્યરત રહ્યા હતા.
તેઓ ગુજરાતથી બાસ્કેટ બોલ ટીમના ખેલાડી પણ ભૂતકાળમાં રહી ચૂક્યા હતા. ૨૦૦૬થી
ગોલ્ફ પ્રત્યે તેને દિલચશ્પી જાગી હતી. 'ગોલ્ફ ઈન સ્કુલ' પ્રોગ્રામ તેમણે શરૃ કરી અમદાવાદ,
વડોદરા ઉપરાંત મહારાષ્ટ્રની શાળા-કોલેજોમાં તેઓ જતા હતા.
ગુજરાતની ગોલ્ફ કલબો જોડે પણ પાયાથી તેમના અનુભવનો લાભ આપતા હતા. કેડી ગોલ્ફ
લીગ તેમજ અમદાવાદમાં એલીટ ગોલ્ફર્સ એસોસિએશનની પણ તેમણે સ્થાપના કરી હતી. ગુજરાતના
તેઓ એક માત્ર માન્ય ગોલ્ફ રેફરી પણ હતા.
સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી તેઓએ બ્રિજેશ પટેલને પાર્ટનર બનાવી અનુક્રમે ૧૮૦
અને ૩૬૦ હોલ્સમાં સ્ટ્રોક અને ફોરમેટ રમીને ૨૦૧૪ અને ૨૦૧૬માં લિમ્કા બુક ઓફ
રેકોર્ડસમાં સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત વેસ્ટ ઝોનના મેનેજર રહી ચૂકેલો
સિદ્ધાર્થ નાયકે જૂન ૨૦૧૫માં ૨ કલાકમાં અમદાવાદના ૧૦ જુદા જુદા ગોલ્ફ કોટર્નમાં
રમવાની સિધ્ધિ મેળવી હતી જે પણ રેકોર્ડ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો